ઘોર ભયંકર વનવગડામાં, બાહુબલી ધરે ધ્યાન,
અંતરમાં અભિમાન ભર્યુ ને, માંગે કેવળજ્ઞાન,
મુનિવર માંગે કેવળજ્ઞાન… ઘોર ભયંકર…
રાજપાટનજો ત્યાગ કરીને, ત્યજી દીધો પરિવાર,
એકજ ક્ષણમાં સાધુ થયાને, છોડ્યો આ સંસાર,
બધું ત્જજ્યું પણ ના ભુલાયુ, માન અને અપમાન,
મુનિવર માંગે કેવળજ્ઞાન… ઘોર ભયંકર…
સંદેશો લઈ ઋષભદેવનો, બ્રાહ્મી સુંદરી આવે,
વડિલબંધુ બાહુબલીને બે બહેનો સમજાવે,
ગજ થકી ઉતરો એવું કહીને, થયા તે અંતરધ્યાન,
મુનિવર માંગે કેવળજ્ઞાન… ઘોર ભયંકર…
આંખ ઉઘાડી જોયું ત્યાં તો, આવ્યો કંઈક વિચાર,
અભિમાન કુંવર ગજવર બેઠો, એ સમજાયો સાર,
સાચુ જ્ઞાન થયું અંતરમાં, દૂર થયું અભિમાન,
મુનિવર માંગે કેવળજ્ઞાન… ઘોર ભયંકર…
પશચાતાપ થયો અંતરમાં, સત્ય વાત સમઝાયે,
ભૂલ જોઈને બાહુબલીની, આંખલડી ભીંજાયે,
નાનકડા એક સંદેશાથી, મુનિને આવ્યું ભાન,
મુનિવર માંગે કેવળજ્ઞાન… ઘોર ભયંકર…
જાવું પૂજ્ય પ્રભુજી પાસે, એવો નિર્ણય થાય,
નાના તોય મુજથી મોટા, સહુને લાગું પાય,
એક જ ડગલું ભર્યુ ત્યા તો, ઉપન્યું કેવળજ્ઞાન,
અંતરથી અભિમાન ગયું ને, પામ્યા આતમજ્ઞાન,
“જ્ઞાનવિમલ” કહે બાહુબલીજી, પહોંચ્યા અક્ષયધામ,
મુનિવર પહોંચ્યા અક્ષયધામ…
घोर भयंकर वनवगडामां, बाहुबली धरे ध्यान,
अंतरमां अभिमान भर्यु ने, मांगे केवळज्ञान,
मुनिवर मांगे केवळज्ञान… घोर भयंकर…
राजपाटनजो त्याग करीने, त्यजी दीधो परिवार,
एकज क्षणमां साधु थयाने, छोड्यो आ संसार,
बधुं त्जज्युं पण ना भुलायु, मान अने अपमान,
मुनिवर मांगे केवळज्ञान… घोर भयंकर…
संदेशो लई ऋषभदेवनो, ब्राह्मी सुंदरी आवे,
वडिलबंधु बाहुबलीने बे बहेनो समजावे,
गज थकी उतरो एवुं कहीने, थया ते अंतरध्यान,
मुनिवर मांगे केवळज्ञान… घोर भयंकर…
आंख उघाडी जोयुं त्यां तो, आव्यो कंईक विचार,
अभिमान कुंवर गजवर बेठो, ए समजायो सार,
साचु ज्ञान थयुं अंतरमां, दूर थयुं अभिमान,
मुनिवर मांगे केवळज्ञान… घोर भयंकर…
पशचाताप थयो अंतरमां, सत्य वात समझाये,
भूल जोईने बाहुबलीनी, आंखलडी भींजाये,
नानकडा एक संदेशाथी, मुनिने आव्युं भान,
मुनिवर मांगे केवळज्ञान… घोर भयंकर…
जावुं पूज्य प्रभुजी पासे, एवो निर्णय थाय,
नाना तोय मुजथी मोटा, सहुने लागुं पाय,
एक ज डगलुं भर्यु त्या तो, उपन्युं केवळज्ञान,
अंतरथी अभिमान गयुं ने, पाम्या आतमज्ञान,
“ज्ञानविमल” कहे बाहुबलीजी, पहोंच्या अक्षयधाम,
मुनिवर पहोंच्या अक्षयधाम…


