હે શંખેશ્વર સ્વામી,
પ્રભુ જગ અંતર્યામી (૨ વાર)
તમને વંદન કરીયે (૨ વાર),
શિવસુખના સ્વામી
હે શંખેશ્વર…॥૧॥
મારો નિશ્ચય એક જ સ્વામી,
બનું તમારો દાસ (૨ વાર)
તારા નામે ચાલે (૨ વાર),
મારો શ્વાસોશ્વાસ
હે શંખેશ્વર…॥૨॥
દુઃખ સંકટને કાપો-સ્વામી,
વાંછિત ને આપો (૨ વાર)
પાપ અમારા હરજો (૨ વાર),
શિવસુખ ને દેજો
હે શંખેશ્વર…॥૩॥
નિશદિન હું માંગુ છું સ્વામી,
તુમ ચરને રહેવા (૨ વાર)
ધ્યાન તમારુ ધ્યાવું (૨ વાર),
સ્વીકારજો સેવા
હે શંખેશ્વર…॥૪॥
રાત-દિવસ ઝંખું છુ સ્વામી,
તમને મળવાને (૨ વાર)
આતમ અનુભવ માંગુ (૨ વાર),
ભવ દુઃખ ટળવાને
હે શંખેશ્વર…॥૫॥
કરુણાના છો સાગર સ્વામી,
કૃપા તણા ભંડાર (૨ વાર)
ત્રિભુવનના છો નાયક (૨ વાર),
જગના તારણ હાર
હે શંખેશ્વર…॥૬॥
हे शंखेश्वर स्वामी,
प्रभु जग अंतर्यामी (२ वार)
तमने वंदन करीये (२ वार),
शिवसुखना स्वामी
हे शंखेश्वर…॥१॥
मारो निश्चय एक ज स्वामी,
बनुं तमारो दास (२ वार)
तारा नामे चाले (२ वार),
मारो श्वासोश्वास
हे शंखेश्वर…॥२॥
दुःख संकटने कापो-स्वामी,
वांछित ने आपो (२ वार)
पाप अमारा हरजो (२ वार),
शिवसुख ने देजो
हे शंखेश्वर…॥३॥
निशदिन हुं मांगु छुं स्वामी,
तुम चरने रहेवा (२ वार)
ध्यान तमारु ध्यावुं (२ वार),
स्वीकारजो सेवा
हे शंखेश्वर…॥४॥
रात-दिवस झंखुं छु स्वामी,
तमने मळवाने (२ वार)
आतम अनुभव मांगु (२ वार),
भव दुःख टळवाने
हे शंखेश्वर…॥५॥
करुणाना छो सागर स्वामी,
कृपा तणा भंडार (२ वार)
त्रिभुवनना छो नायक (२ वार),
जगना तारण हार
हे शंखेश्वर…॥६॥




