(રચના: મુનિ શ્રી રાજસુંદરવિજયજી મ. સા.)
હું પાપી છું જીવનમાં મેં પ્રભુજી ! બહું કર્યા પાપો,
હવે આ પાપીને દિલથી પ્રભુ! માફી તમે આપો (૧)
હું પાપી છું…
અજાણે મેં કરેલા છે જાણીને પણ કરેલા છે,
ન જાણે કેટલા પાપો મેં તન-મનથી કરેલા છે (૨)
હું પાપી છું…
અરે ! હર પાપ સેવનથી ક્રમે મેરુની સમ થાએ,
અને હર પાપ રુદનથી અહો ! સરસવ સમ થાએ (3)
હું પાપી છું…
નહીં સેવું ફરી પાપો પ્રભુ ! એ છે વચન મારું,
પ્રભુ ! બસ હા કહી દે કે આ નાનું બાળ છે તારું (૪)
હું પાપી છું…
ક્ષમાભંડાર છો ભગવન્ ! ક્ષમા વરસાવ પાપી પર,
છે વિનતી ‘રાજ’ ની બસ એ પાપીને માફ તું પ્રભુ કર (૫)
હું પાપી છું…
(रचना: मुनि श्री राजसुंदरविजयजी म. सा.)
हुं पापी छुं जीवनमां में प्रभुजी ! बहुं कर्या पापो,
हवे आ पापीने दिलथी प्रभु! माफी तमे आपो (१)
हुं पापी छुं…
अजाणे में करेला छे जाणीने पण करेला छे,
न जाणे केटला पापो में तन-मनथी करेला छे (२)
हुं पापी छुं…
अरे ! हर पाप सेवनथी क्रमे मेरुनी सम थाए,
अने हर पाप रुदनथी अहो ! सरसव सम थाए (3)
हुं पापी छुं…
नहीं सेवुं फरी पापो प्रभु ! ए छे वचन मारुं,
प्रभु ! बस हा कही दे के आ नानुं बाळ छे तारुं (४)
हुं पापी छुं…
क्षमाभंडार छो भगवन् ! क्षमा वरसाव पापी पर,
छे विनती ‘राज’ नी बस ए पापीने माफ तुं प्रभु कर (५)
हुं पापी छुं…


