કેવા તું કામણ કરે, તુજ બિન કશું ના ગમે,
ઓ અલબેલા હૃદયે વસેલા (૨ વાર)
તુજ ચરણોમાં મસ્તક નમે…
કેવા તું કામણ કરે… ||૧||
તારું સ્મરણ કરું ને, આંખેથી અશ્રુની ધારા વહે,
નયનો ને ગમતા શમણાં માં રમતા (૨ વાર)
તુજ દર્શનથી નયના ઠરે…
કેવા તું કામણ કરે… ||૨||
તારું ચિંતન કરતાં, મારી ચિંતાઓ સઘળી ટળે,
ઓ વિતરાગી સુણ સૌભાગી (૨ વાર),
તુજ સાનિધ્ય આતમ ચહે…
કેવા તું કામણ કરે… ||૩||
केवा तुं कामण करे, तुज बिन कशुं ना गमे,
ओ अलबेला हृदये वसेला (२ वार)
तुज चरणोमां मस्तक नमे…
केवा तुं कामण करे… ||१||
तारुं स्मरण करुं ने, आंखेथी अश्रुनी धारा वहे,
नयनो ने गमता शमणां मां रमता (२ वार)
तुज दर्शनथी नयना ठरे…
केवा तुं कामण करे… ||२||
तारुं चिंतन करतां, मारी चिंताओ सघळी टळे,
ओ वितरागी सुण सौभागी (२ वार),
तुज सानिध्य आतम चहे…
केवा तुं कामण करे… ||३||