(રચના : નિયુષ મહેતા)
પંખીડો ક્યારે ઉડી જાશે,
કરેલું ભેગું છુટી જશે, પલમાં…
મુસાફરી ઘણી કરી,
થાકી ગયો આત્મા…
સ્વને ભૂલી મજા માણી,
વસવું છે જાતમા…
પલટાઈ જશે રંગો બધા,
છુટી જશે સંગો બધા, પલમાં…
પંખીડો ક્યારે ઉડી જાશે,
કરેલું ભેગું છુટી જશે પલમાં…
એક દિન ચાલી જવાનુ રે…
ના કુણ આવે હારે,
સાથે લાકડા છે…
ખાલી આવેલા ઝોલા,
ખાલીજ જવાના છે-યાદ રહે..!!
અંજલી જોડી, સહુ પાછા વડે,
કોઈ સાથે આવે ના..
કોણ માતા કોણ પિતા
કોઈ સાથે આવે ના…
પંખીડો ક્યારે ઉડી જાશે,
કરેલું ભેગું છુટી જશે પલમાં…
કદી તડ઼કા ને કદી છાયડા
કદી આપત્તિ ને સજા…
કદી સાંજ હોય તો કદી સવાર
કદી સંપત્તિ ને મજ઼ા…
કર્મોતણી છે આ બધી લીલા
તું મુંજાવે શા…
મંજિલ તારી… ખુદમા તું પામે
ભટકી રહયો છે શા…
તું ભટકી રહયો છે શા…
મુસાફરી ઘણી કરી,
શરણે આવી છું નાથ…
સ્વને ભૂલી, મજા માણી
સ્વીકારી લેજે ને નાથ…
કઠિન લાગે છે મારી ડગર,
પાર કરૂ હૂં કિમ એ
તારી વગર હે નાથ…
પંખીડો ક્યારે ઉડી જાશે,
કરેલું ભેગું છુટી જશે પલમાં…
થાકી ગયો છું ઘણું ભમી ને રે…
હાથે ભરેલું પાણી,
નિસરતુ જાય રે…
સાચો માર્ગ મુજને,
મારા નાથનો જણાય રે…
આ મુસાફ઼રી નો અંત અહિ છે,
સ્વ ને પામવાની રાહ મલી છે…
આ મુસાફ઼રી નો અંત અહિ છે,
સ્વ ને પામવાની રાહ મલી છે…
પંખીડો ક્યારે ઉડી જાશે,
કરેલું ભેગું છુટી જશે પળમાં…
(रचना : नियुष महेता)
पंखीडो क्यारे उडी जाशे,
करेलुं भेगुं छुटी जशे, पलमां…
मुसाफरी घणी करी,
थाकी गयो आत्मा…
स्वने भूली मजा माणी,
वसवुं छे जातमा…
पलटाई जशे रंगो बधा,
छुटी जशे संगो बधा, पलमां…
पंखीडो क्यारे उडी जाशे,
करेलुं भेगुं छुटी जशे पलमां…
एक दिन चाली जवानु रे…
ना कुण आवे हारे,
साथे लाकडा छे…
खाली आवेला झोला,
खालीज जवाना छे-याद रहे..!!
अंजली जोडी, सहु पाछा वडे,
कोई साथे आवे ना..
कोण माता कोण पिता
कोई साथे आवे ना…
पंखीडो क्यारे उडी जाशे,
करेलुं भेगुं छुटी जशे पलमां…
कदी तड़का ने कदी छायडा
कदी आपत्ति ने सजा…
कदी सांज होय तो कदी सवार
कदी संपत्ति ने मज़ा…
कर्मोतणी छे आ बधी लीला
तुं मुंजावे शा…
मंजिल तारी… खुदमा तुं पामे
भटकी रहयो छे शा…
तुं भटकी रहयो छे शा…
मुसाफरी घणी करी,
शरणे आवी छुं नाथ…
स्वने भूली, मजा माणी
स्वीकारी लेजे ने नाथ…
कठिन लागे छे मारी डगर,
पार करू हूं किम ए
तारी वगर हे नाथ…
पंखीडो क्यारे उडी जाशे,
करेलुं भेगुं छुटी जशे पलमां…
थाकी गयो छुं घणुं भमी ने रे…
हाथे भरेलुं पाणी,
निसरतु जाय रे…
साचो मार्ग मुजने,
मारा नाथनो जणाय रे…
आ मुसाफ़री नो अंत अहि छे,
स्व ने पामवानी राह मली छे…
आ मुसाफ़री नो अंत अहि छे,
स्व ने पामवानी राह मली छे…
पंखीडो क्यारे उडी जाशे,
करेलुं भेगुं छुटी जशे पळमां…