(રચના: પ. પૂ. આચાર્ય શ્રી ઉદયરત્ન સુરીશ્વરજી મ. સા.)
(સ્તુતિ અષ્ટક)
શ્રી રૂપ વિજય પંન્યાસ પાટે,
ધર્મ સુરેન્દ્ર ગુરુવરની વાટે,
શાસનધૂરાને સંભાળનારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૧)
સૂરજ ઉગેને કમળ જેમ ખિલતાં,
શાસ્ત્રો ખૂલેને સુરિરામ ખિલતાં,
શાસ્ત્ર વચનનાં ફેલાવનારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૨)
ગ્રહી હાથ મારો ઉગારનારા,
પિતા માત ભ્રાતા ને સખા અમારા,
ગુરુ રામ નામે અમે તરનારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૩)
તમે સ્વામી મારું સર્જન કર્યુ છે,
તમે નાથ મારૂં વર્ધન કર્યુ છે,
તમારા વિના નહિ શિરછત્ર મારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૪)
તમે દીક્ષાદાતા તમે શિક્ષાદાતા,
પ્રભુ વેષના છો તમે ભિક્ષાદાતા,
સંયમ પાલનમાં અમિ પૂરનારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૫)
સ્મરણ માત્ર જેનું સદા સુખદાઈ,
ગુરુ નામ લઉ હું સદા હર્ષ લાઈ,
પ્રભો! રામ સૂરિ ગુરુરાજ મારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૬)
વિચારુ શી રીતે નથી આપ સામે,
નિરાધારા છોડ઼ી ગયા સ્વર્ગધામે,
હસતાં ભલે હો રૂવે છોરુ તારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૭)
સૌભાગ્યશાળી “અભય" દાન દાતા,
દઈ “રત્ન“ ત્રયિ ને દે સુખશાતા,
“જગત” માત્રના છે “ઉદય” કરનારા,
નમન છે નમન છે સૂરિ રામ મારા.. (૮)
(रचना: प. पू. आचार्य श्री उदयरत्न सुरीश्वरजी म. सा.)
(स्तुति अष्टक)
श्री रूप विजय पंन्यास पाटे,
धर्म सुरेन्द्र गुरुवरनी वाटे,
शासनधूराने संभाळनारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (१)
सूरज उगेने कमळ जेम खिलतां,
शास्त्रो खूलेने सुरिराम खिलतां,
शास्त्र वचननां फेलावनारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (२)
ग्रही हाथ मारो उगारनारा,
पिता मात भ्राता ने सखा अमारा,
गुरु राम नामे अमे तरनारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (३)
तमे स्वामी मारुं सर्जन कर्यु छे,
तमे नाथ मारूं वर्धन कर्यु छे,
तमारा विना नहि शिरछत्र मारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (४)
तमे दीक्षादाता तमे शिक्षादाता,
प्रभु वेषना छो तमे भिक्षादाता,
संयम पालनमां अमि पूरनारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (५)
स्मरण मात्र जेनुं सदा सुखदाई,
गुरु नाम लउ हुं सदा हर्ष लाई,
प्रभो! राम सूरि गुरुराज मारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (६)
विचारु शी रीते नथी आप सामे,
निराधारा छोड़ी गया स्वर्गधामे,
हसतां भले हो रूवे छोरु तारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (७)
सौभाग्यशाळी “अभय" दान दाता,
दई “रत्न“ त्रयि ने दे सुखशाता,
“जगत” मात्रना छे “उदय” करनारा,
नमन छे नमन छे सूरि राम मारा.. (८)


