તારા ગુણો ની પાટ મને આપ મારા સ્વામી
મને તારા મારગ તણા ઓરતા…
તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી
મને સંયમ ના રંગ તણા ઓરતા…
વિજનો ઝબકાર થાય એટલી તે વાર માં,
છોડયા તે માન અભિમાન (૨ વાર)
તુજ ગુણ મેળવવા હું, રાજ પંથ છોડીને
કાંટાળી કેડી ચહુ આજ (૨ વાર)
આ મૃગજળ ના ભાગ્ય થી છોડાવ મારા સ્વામી
મને સંયમ ના રંગ… મને તારા મારગ…
તારા ગુણો ની પાટ…
હો હો ફૂલ ફૂલ ભમતી આ આંખો ને એકવાર
ઓળખાવ તારું પારીજાત
ઠેર ઠેર ઘૂમતા આ ચરણો ને ક્યાંક જઈ
પહોચાડ આજ તારી વાટ (૨ વાર)
પહોચાડ આજ તારી વાટ મારા સ્વામી
મને તારા મારગ…
હો…ભવના જાળાને હવે તોડો મારા સ્વામી……
મને સંયમ ના… તારા ગુણો ની પાટ…
તારુ સાનિધ્ય મળે, તારુ સાથ મને મળે,
તારા આશિષ મુજને ગમતા,
તારી આજ્ઞા મળે, મારી સાધના ફળે,
એવા અરમાન રુદિયે રમતા
આ સંસાર સાગર તરાવ મારા સ્વામી (૨ વાર)
મને તારા મારગ… તારા ગુણો ની પાટ….
तारा गुणो नी पाट मने आप मारा स्वामी
मने तारा मारग तणा ओरता…
तारा उजळा ते वेश मने आप मारा स्वामी
मने संयम ना रंग तणा ओरता…
विजनो झबकार थाय एटली ते वार मां,
छोडया ते मान अभिमान (२ वार)
तुज गुण मेळववा हुं, राज पंथ छोडीने
कांटाळी केडी चहु आज (२ वार)
आ मृगजळ ना भाग्य थी छोडाव मारा स्वामी
मने संयम ना रंग… मने तारा मारग…
तारा गुणो नी पाट…
हो हो फूल फूल भमती आ आंखो ने एकवार
ओळखाव तारुं पारीजात
ठेर ठेर घूमता आ चरणो ने क्यांक जई
पहोचाड आज तारी वाट (२ वार)
हो पहोचाड आज तारी वाट मारा स्वामी
मने तारा मारग…
हो…भवना जाळाने हवे तोडो मारा स्वामी……
मने संयम ना… तारा गुणो नी पाट…
तारु सानिध्य मळे, तारु साथ मने मळे,
तारा आशिष मुजने गमता,
तारी आज्ञा मळे, मारी साधना फळे,
एवा अरमान रुदिये रमता
आ संसार सागर तराव मारा स्वामी (२ वार)
मने तारा मारग… तारा गुणो नी पाट….