(રચના – પૂજ્ય શ્રી પદ્મવિજયજી)
સાંભળજો તમે અદ્ભુત વાતો વયર કુંવર મુનિવર ની રે
ષટ મહિનાના ગુરૂ ઝોલીમા આવે કેલિ કરંતા રે
ત્રણ વરસના સાધવી મુખથી અંગ અગીયાર ભણંતા રે
રાજસભા મા નહી ક્ષોભાણા માત સુખલડી દેખી રે
ગુરૂઐ દીધા ઓઘો મુહપત્તિ લીધા સર્વ ઉવેખી રે
ગુરૂ સંગાથે વિહાર કરે મુનિ પાલે શુદ્ધ આચાર રે
બાલપણાથી મહા ઉપયોગી સંવેગી શિરદાર રે
સાંભળજો તુમે…
કોલાપાક ને ઘેવર ભિક્ષા દોય ઠામે નવિ લીધિ રે
ગગન ગામિની વૈક્રિય લબ્ધિ દેવે જેહને દીધી રે
દશ પૂરવ ભણિયા જે મુનિવર ભદ્રગુપ્ત ગુરૂ પાસે રે
ક્ષીરાસવ પ્રમુખ જે લબ્ધિ પરગટ જાસ પ્રકાશે રે
કોટી સેંકડો ધનને સંચે કન્યા રુક્મિણી નામે રે
શેઠ ધનાવહ દિયે પણ ન લિયે વધતે શુભ પરિણામ રે
સાંભળજો તુમે…
દેઈ ઉપદેશ રુક્મિણી નારી તારી દીક્ષા આપી રે
યુગપ્રધાન જે વિચરે જગમા સૂરજ તેજ પ્રતાપી રે
સમકિત શીયલ તુંબ ધરી કરમાં મોહ સાગર કર્યો છોટો રે
તે કેમ બૂડે નારી નદીમાં ઐ તો મુનિવર મોટો રે
જેણે દુર્ભિક્ષે સંઘ લઈને મૂક્યો નગર સુકાલ રે
શાસન શોભા ઉન્નતિ કારણ પુષ્પ પદ્મ વિશાલ રે
સાંભળજો તુમે…
બૌદ્ધરાય ને પણ પ્રતિબોધ્યો કીધો શાસન રાગી રે
શાસન શોભા વિજય પતાકા અંબર જાઈને લાગી રે
વિસર્યો સુંઠ ગાઠિયો કાને આવશ્યક વેલા જાણ્યો રે
વિસરે નહી પણ ઐ વિસરિયો આયુ અલ્પ પિછાણ્યો રે
લાખ સોનૈયે હાંડી ચડે તીણે બીજે દિન સુકાલ રે
ઐમ સંભલાવી વરયસેન ને જાણી અણસણ કાલ રે
સાંભળજો તુમે…
રથાવર્ત ગિરિ જઈ અનશણ કીધું સોહમ હરિ તિહાં આવે રે
પ્રદક્ષિણા પર્વત ને દેઈને મુનિવર વંદે ભાવે રે
ધન્ય સિંહગિરી સૂરિ ઉત્તમ જેહના ઐ પટધારી રે
પદ્મવિજય કહે ગુરૂ પદ પંકજ નિત્ય નમિયે નરનારી રે
સાંભળજો તુમે…
(रचना – पूज्य श्री पद्मविजयजी)
सांभळजो तमे अद्भुत वातो वयर कुंवर मुनिवर नी रे
षट महिनाना गुरू झोलीमा आवे केलि करंता रे
त्रण वरसना साधवी मुखथी अंग अगीयार भणंता रे
राजसभा मा नही क्षोभाणा मात सुखलडी देखी रे
गुरूऐ दीधा ओघो मुहपत्ति लीधा सर्व उवेखी रे
गुरू संगाथे विहार करे मुनि पाले शुद्ध आचार रे
बालपणाथी महा उपयोगी संवेगी शिरदार रे
सांभळजो तुमे…
कोलापाक ने घेवर भिक्षा दोय ठामे नवि लीधि रे
गगन गामिनी वैक्रिय लब्धि देवे जेहने दीधी रे
दश पूरव भणिया जे मुनिवर भद्रगुप्त गुरू पासे रे
क्षीरासव प्रमुख जे लब्धि परगट जास प्रकाशे रे
कोटी सेंकडो धनने संचे कन्या रुक्मिणी नामे रे
शेठ धनावह दिये पण न लिये वधते शुभ परिणाम रे
सांभळजो तुमे…
देई उपदेश रुक्मिणी नारी तारी दीक्षा आपी रे
युगप्रधान जे विचरे जगमा सूरज तेज प्रतापी रे
समकित शीयल तुंब धरी करमां मोह सागर कर्यो छोटो रे
ते केम बूडे नारी नदीमां ऐ तो मुनिवर मोटो रे
जेणे दुर्भिक्षे संघ लईने मूक्यो नगर सुकाल रे
शासन शोभा उन्नति कारण पुष्प पद्म विशाल रे
सांभळजो तुमे…
बौद्धराय ने पण प्रतिबोध्यो कीधो शासन रागी रे
शासन शोभा विजय पताका अंबर जाईने लागी रे
विसर्यो सुंठ गाठियो काने आवश्यक वेला जाण्यो रे
विसरे नही पण ऐ विसरियो आयु अल्प पिछाण्यो रे
लाख सोनैये हांडी चडे तीणे बीजे दिन सुकाल रे
ऐम संभलावी वरयसेन ने जाणी अणसण काल रे
सांभळजो तुमे…
रथावर्त गिरि जई अनशण कीधुं सोहम हरि तिहां आवे रे
प्रदक्षिणा पर्वत ने देईने मुनिवर वंदे भावे रे
धन्य सिंहगिरी सूरि उत्तम जेहना ऐ पटधारी रे
पद्मविजय कहे गुरू पद पंकज नित्य नमिये नरनारी रे
सांभळजो तुमे…

