(રચના : પૂજ્ય શ્રી મેઘવિજયજી મ. સા.)
સરસ્વતી સ્વામીને વિનવું સદગુરૂ લાગું છુ પાય
ગુણ રે ગાશું જંબૂ સ્વામીના હરખ ધરી મનમાય
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
ચારિત્ર છે વચ્છ દોહિલું વ્રત છે ખાંડાની ધાર
પાયે અડવાણેજી ચાલવું કરવાજી ઉગ્ર વિહાર
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
મધ્યાહ્ન પછી કરવી ગૌચરી દિનકર તપે રે નિલાડ
વેલુ કવલ સમ કોલિયા તે કિમ વાલ્યા ઐ જાય
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
કોડી નવ્વાણું સોવન વલી તમારે છે આઠેજી નાર
સંસારતણા સુખ જાણ્યા નહી ભોગવે ભોગ ઉદાર
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
રામે સીતાને વિજોગડે બહોત કીધા રે સંગ્રામ
છતી રે નારી તુમે કાંઈ તજો કાંઈ તજો ધન ને ધામ
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
પરણીને શું પરિહરો હાથ મલ્યાના સંબંધ
પછી તે કરશો સ્વામી ઓરતો જિમ કીધો મેઘ મુણિંદ
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
જંબૂ કહે નારી સુણો અમ મન સંયમ ભાવ
સાચો સ્નેહ કરી લેખવો તો સંયમ લો અમ સાથ
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
તેણે સમે પ્રભવોજી આવીયો પાંચસે ચોર સંઘાત
તેને પણ જંબૂ સ્વામીયે બુઝવ્યો બુઝવ્યા માતને તાત
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
સાસુ સસરાને બુઝાવ્યા બુઝવી આઠ નાર
પાંચસે સત્તાવીશ શું લીધો જી સંયમ ભાર
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
સુધર્મા સ્વામી પાસે આવીયા વિચરે છે મન ઉલ્લાસ
કર્મ ખપાવી કેવલ પામીયા પહોંચ્યા જી મુક્તિ મોઝાર
ધન ધન ધન જંબૂ સ્વામી ને… (૨)
(रचना : पूज्य श्री मेघविजयजी म. सा.)
सरस्वती स्वामीने विनवुं सदगुरू लागुं छु पाय
गुण रे गाशुं जंबू स्वामीना हरख धरी मनमाय
धन धन धन जंबू स्वामी ने… (२)
चारित्र छे वच्छ दोहिलुं व्रत छे खांडानी धार
पाये अडवाणेजी चालवुं करवाजी उग्र विहार
धन धन धन जंबू स्वामी ने… (२)
मध्याह्न पछी करवी गौचरी दिनकर तपे रे निलाड
वेलु कवल सम कोलिया ते किम वाल्या ऐ जाय
धन धन धन जंबू स्वामी ने… (२)
कोडी नव्वाणुं सोवन वली तमारे छे आठेजी नार
संसारतणा सुख जाण्या नही भोगवे भोग उदार
धन धन धन जंबू स्वामी ने… (२)
रामे सीताने विजोगडे बहोत कीधा रे संग्राम
छती रे नारी तुमे कांई तजो कांई तजो धन ने धाम
धन धन धन जंबू स्वामी ने… (२)
परणीने शुं परिहरो हाथ मल्याना संबंध
पछी ते करशो स्वामी ओरतो जिम कीधो मेघ मुणिंद
धन धन धन जंबू स्वामी ने… (२)
जंबू कहे नारी सुणो अम मन संयम भाव
साचो स्नेह करी लेखवो तो संयम लो अम साथ
धन धन धन जंबू स्वामी ने… (२)
तेणे समे प्रभवोजी आवीयो पांचसे चोर संघात
तेने पण जंबू स्वामीये बुझव्यो बुझव्या मातने तात
धन धन धन जंबू स्वामी ने… (२)
सासु ससराने बुझाव्या बुझवी आठ नार
पांचसे सत्तावीश शुं लीधो जी संयम भार
धन धन धन जंबू स्वामी ने… (२)
सुधर्मा स्वामी पासे आवीया विचरे छे मन उल्लास
कर्म खपावी केवल पामीया पहोंच्या जी मुक्ति मोझार
धन धन धन जंबू स्वामी ने… (२)