(રચના : શ્રી લબ્ધિસૂરી મહારાજ સાહેબ)
શ્રી સ્થૂલીભદ્ર બ્રહ્મચારી
આવ્યા કોશ્યા આગારી
ક્ષણમા અવિરતિ મતી વારી
ગુરુ થયા રુડા અણગારી..
વેશ્યા જોઈને અતિ રીઝે
આનંદ વિષયનો લીજે
એમ ધારી સોલ શણગારી
આઁખો આંજી અણિયારી.. (૧)
શ્રી સ્થૂલીભદ્ર..
નાના નાટક આચરતી
સરસવ સૂચી ફૂલ પર ફરતી
નહી મુનિવર દિલને હરતી
પામે બહુપતિ ઘણી અરતિ.. (૨)
શ્રી સ્થૂલીભદ્ર..
સ્વામી કેમ મુઝને વિસરિયા
ફોગટ વૈરાગ સિધરિયા
થઈ બાર વરસની પ્રીતિ
તે કેમ વિસારી રીતિ.. (૩)
શ્રી સ્થૂલીભદ્ર..
વૈરાગ્ય જે અમૃત દીસે
તે વિષયો વિષ કેમ પીસે
ગયો બાર વરસનો કાલ
સેવક તે હું હતો બાલ.. (૪)
શ્રી સ્થૂલીભદ્ર..
મતિ સંભૂતિ વિજય વિશાલ
તેણે મન કર્યો અબાલ
છોડ્યા વિષયો તત્કાલ
હું મુનિ બન્યો છુ હાલ.. (૫)
શ્રી સ્થૂલીભદ્ર..
જાય પ્રાણ ન વિષયમા મંડુ
શુદ્ધ ચાલ ન મારી છંડુ
જમે ષટરસ ભોજન સારા
પણ મુનિ રહે અવિકારા.. (૬)
શ્રી સ્થૂલીભદ્ર..
વેશ્યા વિષયે ઘસમસતી
હસતી રમતી મનગમતી
વિષયો તણી વાત ઉચ્ચારે
બાણ તીક્ષ્ણ કટાક્ષ પ્રચારે.. (૭)
શ્રી સ્થૂલીભદ્ર..
વરસે ભાદરવો માસ
મુનિ રહ્યા છે ત્યાજ ચોમાસ
રહેવા વેશ્યાનો વાસ
જ્યા નગ્ન ચિત્રામણ ખાસ.. (૮)
શ્રી સ્થૂલીભદ્ર..
વર્ષોં ની વેશ્યા સહવાસી
હતા મુનિવર તાસ વિલાસી
રહ્યા તેમ છતા જે નિરાશી
તે મુનિવર ને શાભાષી.. (૯)
શ્રી સ્થૂલીભદ્ર..
મોહ મંદિરિયા મા વસિયા
પણ સંજમ થી નહી ખસિયા
જે રહ્યા કાજલ ઘરવાસ
પણ દાગ ન લાગ્યો જાસ.. (૧૦)
શ્રી સ્થૂલીભદ્ર..
વેશ્યા બુઝી વૈરાગે
સમકિત હાજર થયું આગે
બની શ્રાવિકા વ્રતધારી
નિજ પરિણતિ અતિ સુધારી.. (૧૧)
શ્રી સ્થૂલીભદ્ર..
કરી મુનિવર પૂરૂ ચોમાસ
આવ્યા ગુરૂજી ની પાસ
ગુરૂ દુષ્કર – દુષ્કર ખાસ
મનથી કહી દીધુ ઉલ્લાસ.. (૧૨)
શ્રી સ્થૂલીભદ્ર..
ચોરાસી ચૌવીસી નામ
જસ રહેશે મુનિ અભિરામ
તાસ ચરણે કરી પ્રણામ
પામિશું અવિચલ ધામ.. (૧૩)
શ્રી સ્થૂલીભદ્ર..
એવા મુનિવર ની બલિહારી
જાઊં આત્મ કમલ જયકારી
વર્ષે અટ્ઠાવીસ પ્યારી
જે લબ્ધિ અતિ મનોહારી.. (૧૪)
શ્રી સ્થૂલીભદ્ર..
ક્ષણમા અવિરતિ મતિ વારી
ગુરૂ થયા રૂડા અણગારી
શ્રી સ્થુલિભદ્ર બ્રહ્મચારી
આવ્યા કોશા આગારી.. (૧૫)
શ્રી સ્થૂલીભદ્ર..
(रचना : श्री लब्धिसूरी महाराज साहेब)
श्री स्थूलीभद्र ब्रह्मचारी
आव्या कोश्या आगारी
क्षणमा अविरति मती वारी
गुरु थया रुडा अणगारी..
वेश्या जोईने अति रीझे
आनंद विषयनो लीजे
एम धारी सोल शणगारी
आँखो आंजी अणियारी.. (१)
श्री स्थूलीभद्र..
नाना नाटक आचरती
सरसव सूची फूल पर फरती
नही मुनिवर दिलने हरती
पामे बहुपति घणी अरति.. (२)
श्री स्थूलीभद्र..
स्वामी केम मुझने विसरिया
फोगट वैराग सिधरिया
थई बार वरसनी प्रीति
ते केम विसारी रीति.. (३)
श्री स्थूलीभद्र..
वैराग्य जे अमृत दीसे
ते विषयो विष केम पीसे
गयो बार वरसनो काल
सेवक ते हुं हतो बाल.. (४)
श्री स्थूलीभद्र..
मति संभूति विजय विशाल
तेणे मन कर्यो अबाल
छोड्या विषयो तत्काल
हुं मुनि बन्यो छु हाल.. (५)
श्री स्थूलीभद्र..
जाय प्राण न विषयमा मंडु
शुद्ध चाल न मारी छंडु
जमे षटरस भोजन सारा
पण मुनि रहे अविकारा.. (६)
श्री स्थूलीभद्र..
वेश्या विषये घसमसती
हसती रमती मनगमती
विषयो तणी वात उच्चारे
बाण तीक्ष्ण कटाक्ष प्रचारे.. (७)
श्री स्थूलीभद्र..
वरसे भादरवो मास
मुनि रह्या छे त्याज चोमास
रहेवा वेश्यानो वास
ज्या नग्न चित्रामण खास.. (८)
श्री स्थूलीभद्र..
वर्षों नी वेश्या सहवासी
हता मुनिवर तास विलासी
रह्या तेम छता जे निराशी
ते मुनिवर ने शाभाषी.. (९)
श्री स्थूलीभद्र..
मोह मंदिरिया मा वसिया
पण संजम थी नही खसिया
जे रह्या काजल घरवास
पण दाग न लाग्यो जास.. (१०)
श्री स्थूलीभद्र..
वेश्या बुझी वैरागे
समकित हाजर थयुं आगे
बनी श्राविका व्रतधारी
निज परिणति अति सुधारी.. (११)
श्री स्थूलीभद्र..
करी मुनिवर पूरू चोमास
आव्या गुरूजी नी पास
गुरू दुष्कर – दुष्कर खास
मनथी कही दीधु उल्लास.. (१२)
श्री स्थूलीभद्र..
चोरासी चौवीसी नाम
जस रहेशे मुनि अभिराम
तास चरणे करी प्रणाम
पामिशुं अविचल धाम.. (१३)
श्री स्थूलीभद्र..
एवा मुनिवर नी बलिहारी
जाऊं आत्म कमल जयकारी
वर्षे अट्ठावीस प्यारी
जे लब्धि अति मनोहारी.. (१४)
श्री स्थूलीभद्र..
क्षणमा अविरति मति वारी
गुरू थया रूडा अणगारी
श्री स्थुलिभद्र ब्रह्मचारी
आव्या कोशा आगारी.. (१५)
श्री स्थूलीभद्र..