વાસુપૂજ્ય વિલાસી, ચંપાના વાસી,
પૂરો અમારી આશ..
કરું પૂજા હું ખાસી, કેસર ઘાસી,
પુષ્પ સુવાસી, પૂરો અમારી આશ…
વાસુપૂજ્ય વિલાસી… (૧)
પૂર્વ ભવે પદ્મકર રાજા,
વૈરાગ્ય રંગ અપાર;
રાજ પાટ વૈભવને છોડી,
લીધો સંયમ ભાર;
વીશ-સ્થાનક સાધી, જિનપદ બાંધી,
સુરગતિ પામી, પૂરો અમારી આશ…
વાસુપૂજ્ય વિલાસી… (૨)
પાંચ કલ્યાણક ચંપાપુરીમાં,
કલ્યાણના કરનાર;
મોક્ષમાર્ગ ઉપદેશી પ્રભુજી,
પહોંચ્યા મોક્ષ મોઝાર;
એ અંતર્યામી, ત્રિભુવન સ્વામી,
શિવગતિગામી, પૂરો અમારી આશ…
વાસુપૂજ્ય વિલાસી… (૩)
ચૈત્યવંદન કરું ચિત્તથી પ્રભુજી,
ગાઉં ગીત રસાળ;
એમ પૂજા કરી વિનંતી કરું છું,
આપો મોક્ષ વિશાળ;
દિયો કર્મને ફાંસી, કાઢો કુવાસી,
જેમ જાય નાસી, પૂરો અમારી આશ..
વાસુપૂજ્ય વિલાસી… (૪)
આ સંસાર છે ઘોર મહોદધિ,
કાઢો અમને બહાર;
સ્વારથના સૌ કોઈ સગા છે,
માતા-પિતા પરિવાર;
બાળમિત્ર ઉલ્લાસી, વિજય વિલાસી,
અરજી ખાસી, પૂરો અમારી આશ..
વાસુપૂજ્ય વિલાસી… (૫)
वासुपूज्य विलासी, चंपाना वासी,
पूरो अमारी आश..
करुं पूजा हुं खासी, केसर घासी,
पुष्प सुवासी, पूरो अमारी आश…
वासुपूज्य विलासी… (१)
पूर्व भवे पद्मकर राजा,
वैराग्य रंग अपार;
राज पाट वैभवने छोडी,
लीधो संयम भार;
वीश-स्थानक साधी, जिनपद बांधी,
सुरगति पामी, पूरो अमारी आश…
वासुपूज्य विलासी… (२)
पांच कल्याणक चंपापुरीमां,
कल्याणना करनार;
मोक्षमार्ग उपदेशी प्रभुजी,
पहोंच्या मोक्ष मोझार;
ए अंतर्यामी, त्रिभुवन स्वामी,
शिवगतिगामी, पूरो अमारी आश…
वासुपूज्य विलासी… (३)
चैत्यवंदन करुं चित्तथी प्रभुजी,
गाउं गीत रसाळ;
एम पूजा करी विनंती करुं छुं,
आपो मोक्ष विशाळ;
दियो कर्मने फांसी, काढो कुवासी,
जेम जाय नासी, पूरो अमारी आश..
वासुपूज्य विलासी… (४)
आ संसार छे घोर महोदधि,
काढो अमने बहार;
स्वारथना सौ कोई सगा छे,
माता-पिता परिवार;
बाळमित्र उल्लासी, विजय विलासी,
अरजी खासी, पूरो अमारी आश..
वासुपूज्य विलासी… (५)