“ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી માતા પાર્શ્વનાથ ભગવાનના યક્ષ યક્ષિણી કેવી રીતે થયા ચાલો વાંચીયે"
શ્રી પાર્શ્વનાથ ભગવાન દીક્ષા પછી વારાણસીથી વિહાર કર્યો અને વિચરતાં વિચરતાં કોષ્ઠક નામના ગામમાં પધાર્યા. ત્યાં ધન્ય નામના ગૃહસ્થના ઘરે પ્રભુએ પ્રથમ પારણું કર્યું. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થયા. પ્રભુ છદ્મસ્થકાલમાં મૌન પૂર્વક વિહાર કરતા હતા.
એક દિવસ પરમાત્મા એક તાપસના આશ્રમમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિર ઉભા હતા. ત્યારે મેઘમાળી બનેલ કમઠના જીવે વિભંગજ્ઞાનનો ઉપયોગ કર્યો. અને તેનો પૂર્વ ભવ જોયો. શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયેલ મરુભૂતિના જીવ સાથે તેના પહેલાના કૃત્યો યાદ આવ્યા અને એકદમ ક્રોધમાં આવીને પરમાત્માને મારવાની ચ્યેષ્ઠા કરવા લાગ્યો. ભગવાનને ઘોર ઉપસર્ગ કરવાનું વિચારવા લાગ્યો.
કમઠએ પહેલાં ક્રૂર સિંહના રૂપમાં , હાથિયોના રૂપમાં , રીંછના રૂપમાં , વીંછીના રૂપમાં , સાપના રૂપમાં ભયંકર કષ્ટ આપવા લાગ્યો. પરંતુ ભગવાન સમભાવથી ધ્યાનમાં સ્થિર ઉભા રહ્યા. આટલુંથી ન માનતા તેને ભગવાનને પછાડ્યા , કુચલ્યા , અનેક પ્રકારથી , ભયંકર અવાજ કરતા વૈતાલ બનાવ્યા પરંતુ ભગવાનને મારી ના શક્યો. છેલ્લે ભગવાનને ધ્યાનમાં સ્થિર રહેલા જોઈને આવેશમાં આવીને આકાશમાંથી કાળરાત્રિ જેવા ભયંકર વાદળો બનાવ્યા અને ભગવાન પર મુશળધાર વરસાદ વરસાવા લાગ્યો. વાદળોની ગડગડાટથી બધી દિશાઓ ભરાઈ ગઈ. ચારે બાજુ અંધકાર ફેલાઈ ગયો. ચારે બાજુ પ્રલયકારી દ્રશ્ય હતું. વરસાદના રૂપમાં વાદળોમાંથી મૃત્યુ વરસી રહી હતી. વૃક્ષ , પશુ , પક્ષી , માનવ જળમાં વહી રહ્યા હતા , મરી રહ્યા હતા. જોતા જોતા પાણી ભગવાનના ઘૂંટણ , કમર સુધી , છાતી સુધી , ગળા સુધી અને નાસિકાના અગ્ર ભાગ સુધી આવી ગયું. ભારે પવનથી વૃક્ષની ડાળીઓ ચાબુકની જેમ પ્રહાર કરતી હતી.
ભગવાન પર ઉપસર્ગ થતા ધરણેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. ધરણેન્દ્રએ અવધિજ્ઞાનથી જોયું કે મેઘમાળી પાર્શ્વનાથ પરમાત્માને ઘોર ઉપસર્ગ કરતો હતો. જે પરમાત્માએ મારી રક્ષા કરી એ કમઠને હિતશિક્ષા આપી , મને નવકાર સંભળાવ્યો , પચ્ચખાણ કરાવ્યું એ પરમાત્માને આ અજ્ઞાની ઘોર કષ્ટ આપી રહ્યો છે. પોતાના ઉપકારી પ્રભુ પર આવેલા ભયંકર કષ્ટ જોઈને ધરણેન્દ્ર તરત જ અગ્રમહિષિયો સાથે તાપસ આશ્રમ આવે છે. પરમાત્માને પ્રણામ કરીને એમના ચરણોની નીચે સુવર્ણનાલ વાળા સુવર્ણકમલની રચના કરે છે.
ધરણેન્દ્ર દેવની પત્ની અને પ્રભુની યક્ષિણી દેવી પદ્માવતી માતાએ પરમાત્માને જમીનથી ઉપર પોતાના માથે ઊંચકી લીધા અને ધરણેન્દ્ર દેવએ સ્વયં પોતાના દેહથી પરમાત્માના પાર્શ્વ ભાગોથી ઢાંકતા પોતાના સાત ફણોથી પરમાત્માના મસ્તક ઉપર ફેલાવીને છત્ર રૂપે રહ્યા.
ધરણેન્દ્ર દેવ એ મેઘમાળીને મોટા અવાજે કહ્યું કે , ' એ દુબુદ્ધિ ! થોડુંક વિચાર તું આ શું કરી રહ્યો છે ? યાદ રાખ આ કૃપાળુ તો તારું કાંઈ બગાડશે નહિ , કોઈને નહિ કહે , કારણ કે આ તો વીતરાગી છે. પરંતુ હું આમનો શિષ્ય છું. હવે હું તને એક પળ સુધી પણ સહન નહિ કરું. હે દુષ્ટ ! પ્રભુ તો એટલા દયાળુ છે કે એમણે મને લાકડાંમાંથી નીકાળીને મારી ગતિ સુધારી અને તને તારા અજ્ઞાન માટે હિતશિક્ષા આપી પણ તે તું સમજ્યો નહિ. જેવી રીતે નાગ સ્વાતિની અમૃત જળબુંદને ઝેરમાં બદલી દીધી છે તેવી રીતે તે પરમાત્માની શિક્ષા ઝેર વૈર રૂપમાં બદલી દીધી છે.
ધરણેન્દ્ર દેવના આવા શબ્દો સાંભળીને મેઘમાળીએ નીચે જોયું તો પરમાત્મા તો ધરણેન્દ્ર અને પદ્માવતીથી રક્ષિત હતા. અને તેને પરમાત્મા પર કરેલા બધા ઉપસર્ગ નિષ્ફળ ગયા હતા. છેલ્લે તે પરમાત્મા સાથે એના 10 ભાવોથી રહેલા વૈર ભાવને ભૂલીને મેઘમાળી પરમાત્મા શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં આવીને શરણ માંગે છે અને ક્ષમા માંગે છે. પશ્ચતાપ કરતા તે તેના સ્થાને જાય છે. ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી માતા પ્રભુને ઉપસર્ગ મુક્ત જાણીને ભક્તિ કરતા પોતાના સ્થાને જાય છે.
આવી રીતે ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી માતા પાર્શ્વનાથ ભગવાનના યક્ષ યક્ષિણી થયા.