
શ્રી કુંભારીયાજી તીર્થ
બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય
આબુનું પ્રાચીન નામ આરાસણ હતું. મંત્રી ગોગાના પુત્ર પાસીલ દરિદ્રતાથી વ્યાપાર માટે પાટણ રાજવિહાર જિનાલયમાં પ્રતિમાને માપે છે. તે જોઈને છેડા શેઠની બાળ વિધવા પુત્રી હાંસીએ તેની સ્થિતિ જોઈ મજાકમાં કહ્યું , શું આવા પ્રભુ ભરાવવા છે ? પાસીલે કહ્યું , બહેન ! મારા માટે આ દુર્લભ પરંતુ જો આવું મંદિર બનાવું તો બહેન તરીકે આવજો. પાસીલે અંબિકા આરાધના પ્રભાવે શીશાની ખાણ ચાંદીની થતાં આબુ જેવી કોતરણીવાળું ભવ્ય દેવવિમાન તુલ્ય જિનાલય બંધાવી 213 સે.મી.ના પદ્માસનસ્થ શ્રી નેમિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પ્રાયઃ 12માં સૈકામાં વાદીદેવસૂરિ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. બહેન હાંસીને સમાચાર મળતાં આશ્ચર્ય સાથે આવીને 9 લાખ રૂપિયા વાપરી વિશાળ " મેઘનાદ મંડપ " નો લાભ લીધો. સંવત 1675 માં તેનો જીણોદ્ધાર થઈ મહા સુદ 5 ના દિવસે વિજયદેવસૂરિજી હસ્તે પ્રતિષ્ઠા થઈ. બીજા મહાવીર સ્વામી , પાર્શ્વનાથ ભગવાન , શાંતિનાથ ભગવાન , સંભવનાથ ભગવાનના જિનાલય છે. આ તીર્થ અંબાજીથી 1 કિ.મી. દૂર છે.