
શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ સ્થળ ૧૨૫ સે.મી. ઊંચી પદ્માવતી દેવીની પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. પદ્માવતીની મૂર્તિ ઉપરાંત સરસ્વતી, મહાલક્ષ્મી, નાકોડા ભૈરવ અને મણિભદ્ર વીરની પ્રતિમાઓ પણ અહીં જોઇ શકાય છે. આ તીર્થસ્થળમાં યાત્રીઓ માટે રોકાણ કરવાની વ્યવસ્થા છે. આ તીર્થની નજીકમાં જ ૧૦૮ ભક્તિવિહાર પાર્શ્વનાથ, રાજેન્દ્રસૂરી નવકાર મંદિર, આગમમંદિર તીર્થ, ભક્તામર મંદિર અને કલાપૂર્ણ ગુરૂમંદિર પણ આવેલા છે.
“જેના સ્મરણથી જીવનના સંકટ બધા દૂરે ટળે,
જેના સ્મરણથી મનતણા વાંછિત સહુ આવી મળે;
જેના સ્મરણથી આધિ વ્યાધિને ઉપાધિ ના ટકે,
એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું"