એક સાથે ૫૦૦ જૈનાચાર્યોએ ચાતુર્માસ કર્યો તેવુ એક માત્ર તીર્થ વલભીપુર
ભાગ્યે જોવા મળતું ત્રણ માળનું જિનાલય …શેત્રુંજયની યાત્રાએ પૂર્વે વલ્લભીપુર પ્રવેશદ્વાર…૫૦૦ આચાર્યોની ધર્મ પરિષદ….વલ્લભીવાચના… કલ્પસૂત્રનું અનેરૂ મહત્વ છે. આ મહાનગ્રંથ ભાવનગર જીલ્લાના વલ્લભીપુર ખાતે લખાયો હતો..કલ્પસૂત્રનું વાંચન શરૂ કરતા પહેલા દરેક સાધુ ભગવંતો આજે આ પવિત્ર નગરી વલ્લભીપુરને યાદ કરી તેને ભાવવંદના પણ કરે છે.
શાસન દેવીની કપા અને સાધુ ભગવંતોના આશીર્વાદથી તમામ તપસ્વીઓ સુખ-શાતાપૂર્વક સાધના કરી રાાં છે.ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં આ આરાધનાનું અનોખું મહાત્મ્ય છે કારણ કે જૈન સંઘમાં ભારતભરમાં એકીસાથે ૫૦૦ આચાર્યોએ ભેગા થઈને ચાર્તુમાસ પધરામણી કરી હોય તેવુ માત્ર વલ્લભીપુરમાં બન્યું હતું.
આ અંંગે ઇતિહાસમાં ડોકીયુ કરીએ તો જાણવા મળે છે કે જૈન સંઘમાં ભારતભરમાં એકીસાથે ૫૦૦ આચાર્યોએ ભેગા થઈને ચાતુર્માસ પધરામણી કરી હોય તેવુ માત્ર વલ્લભીપુરમાં બનેલી છે. વીરપ્રભુના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે શ્રીદેવદ્રિગણી ામા ામણની અઘ્ય ાતામાં ૫૦૦ આચાર્યોની ધર્મ પરિષદ જીનદાસ ધર્મદાસ પેઢીના પ્લોટ દેરાસરમાં થઈ હતી. જે સમગ્ર બાબતને પુસ્તકરૂપે સંગ્રહ કરાયેલ છે જેને વલ્લભીવાચના કહેવાય છે.
અમદાવાદ-ભાવનગર હાઈવે પર પાલીતાણા જતા પહેલા આવેલું આ પ્લોટનું હાલનુ઼ આ દેરાસર ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટીએ વિશષ્ટિ મહત્વ ધરાવે છે.
અત્યારે ભાવભકિતભેર ઉજવાઇ રહેલા પર્યુષણ પર્વ દરમિયાન જૈન શાસનમાં દરેક સંઘમાં કલ્પસૂત્ર મહારાજ સાહેબને વ્હોરાવાશે. જૈન શાસનમાં શિરોમણી ગ્રંથ સમાન કલ્પસૂત્રનું અનેરૂ મહત્વ છે. જૈનોનો આ મહાનગ્રંથ ભાવનગર જીલ્લાના વલ્લભીપુર ખાતે લખાયો હતો. આ ઉપરાંત વલ્લભીપુર એવુ તીર્થસ્થાન છે જયાં એકસાથે પધરામણી કરી હતી. આમ પાલીતાણા શેત્રુંજય પર્વતની તળેટી હતી તેવા વલ્લભીપુર પંથકનું જૈન શાસનમાં ઐતિહાસિક વિશષ્ટિતા ધરાવે છે.
કલ્પસૂત્રનું વાંચન શરૂ કરતા પહેલા દરેક સાધુ ભગવંતો આજે આ પવિત્ર નગરી વલ્લભીપુરને યાદ કરી તેને ભાવવંદના પણ કરે છે.