“આપણને ઓછું મળ્યું છે
એ આપણું દુ:ખ નથી,
પણ જે મળ્યું
એ આપણને ઓછું
લાગી રહ્યું છે
એ આપણું દુ:ખ છે"
❁
“મંગળમાં જીવન છે કે નહીં,
એની ચિંતા પછી કરજો.
પહેલા જીવનમાં
મંગળ છે કે નહીં,
એ તો તપાસી લો"
❁
“રામ-રાવણ, બંને તુલા રાશિના
છતાં ગમે તો રામ જ ને?"
“પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના,
પરમાત્મા જ ગમે એ નક્કી ખરું?"
❁
“ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી
પણ ભવિષ્યને ઉજ્જવળ તો
બનાવી જ દે છે"
❁
“રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું
અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું
એ તો આલોક – પરલોક બંને માટે
લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે"
❁
“જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો પડી જાય છે.
અને
જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે.
ત્યાંરે દિવાલો બની જાય છે"
❁
“બધા દિવસો ‘સારા’ નહી મળે
પણ
દરેક દિવસમાં ‘સારું’ કંઇક
તો મળશે જ"
❁
“મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ
દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો
સતત આગ્રહ રહે જ છે……
જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ,
દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ
રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું"
❁
“પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું
પ્રભુનુ સાંભળ્યું કેટલું ? “
❁
“આપણને મળી રહેલ
પ્રકાશ આડે આપણે
ખુદ ઊભા રહી જઇએ
તો આપણને આપણા
પડછાયા સિવાય
બીજું શુ દેખાય ?"
❁
“આપધાતમાં માણસ મરી જાય છે
પણ ગર્ભપાતમાં
તો માણસાઇ જ મરી જાય છે"
❁
“જીવનમાં કડક રહેવાની નહીં,
તકલીફોમાં અડગ રહેવાની
જરુર છે"
❁
“રાત્રિનો અંધકાર તો
પ્રકાશ તરફ જ ચાલતો હોય છે;
પરંતુ અહંકારનો અંધકાર તો
વિનાશ તરફ જ ચાલતો હોય છે"
