૧ દેવપૂજા
૨ ગુરૂ વૈયાવચ્ચ
૩ સ્વાધ્યાય
૪ સંયમ
૫ તપ
૬ દાન
શ્રાવક જીવન માં કરવા યોગ્ય કર્તવ્ય
- (૧) એક વાર સંઘ પૂજન કરવું.
- (૨) એક વાર શ્રી સિદ્ધચક્ર પૂજન,શાંતિ સ્નાત્ર,ભક્તામરપૂજન વગેરે મહાપૂજન કરાવવા.
- (૩) એક વાર નવ્વાણું યાત્રા, ઉપધાન તપ કરવા અને કરાવવા.
- (૪) નાના મોટા તપ નું ઉજમણું કરવું.
- (૫) શત્રુંજયગિરિ પર આદિશ્વર દાદા ને હાર ચઢાવવો,આંગી કરાવવાનો લાભ લેવો.
- (૬) પાલીતાણા માં ચાતુર્માસ ની આરાધના કરવી તેમજ કરાવવી.
- (૭) ગિરિરાજ અને કલ્પસૂત્ર ની સોના ચાંદીના ફૂલથી પૂજા કરવી.
- (૮) નૂતન વર્ષ ના પ્રારંભે પ્રભુ ના હાથમાં પૈસા,ચાંદી અથવા સુવર્ણ નું શ્રીફળ ચઢાવવું.
- (૯) આપણા ઘરમાં કોઈ આચાર્ય ભગવંત કે કોઈપણ મ.સા. પધારે તો સોના અથવા ચાંદી ના સિક્કા થી પૂજન કરવું.
- (૧૦) નવી જિનપ્રતિમા ભરાવવી,તેની પ્રતિષ્ઠા કરાવવી તથા ચક્ષુ, મુકુટ,હાર અને તિલક આદિ કરાવવા.
- (૧૧) તીર્થ સ્થાન માં આયંબીલ આદિની તિથી ભરાવવી.
- (૧૨) નવલાખ નવકાર મંત્ર નો જાપ કરવો.
- (૧૩) કલ્પસૂત્ર અથવા વીર પ્રભુનું પારણું એક વખત પોતાના ઘરમાં પધરાવવું.
- (૧૪) દિવાળીના દિવસે લાખ બુંદીનો લાડુ તથા લાખ ચોખાનો સાથિયો કરાવવો.
- (૧૫) સ્વામી વાત્સલ્ય, ચંદરવો ભરાવવો,તથા ૧૦૮ જવ નો સાથિયો કરાવવો.
- (૧૬) પ્રભુની પ્રતિમા ઉપર ત્રણ છત્ર કરાવવા,ગુપ્ત ભંડાર કરાવવો.
- (૧૭) દાદાના દરબાર માં સોનું ચઢાવવું.
- (૧૮) સંવત્સરી થી શરૂ કરીને બીજી સંવત્સરી સુધી દરરોજ દહેરાસર થી ઘરે જતાં ગરીબો વિગેરે ને દાન આપવું, જેને સંવત્સરી દાન કહેવાય છે.
