સંપૂર્ણ આહારસંજ્ઞા તોડવાનું લક્ષ્ય લઇને આપણે બેઠા છીએ પરંતુ અત્યારે તેવી તાકાત નથી કે આહારને ફગાવી શકીએ એટલા માટે આહારસંજ્ઞાને તોડવાના લક્ષ્યથી નવકારશી કરવાની હોય છે.
ઉત્તમ સ્વાદ વાળા ભોજન નજર સામે હોય અને પોતાનું શરીર તથા મન આ બધા પદાર્થોના ભોગવટા માટે સજ્જ હોય પણ સૂર્યોદય પૂર્વે જ નક્કી થઇ જાય
હે જીવ, પરમાત્મા એ ૬ મહિનાનું તપ કરવાનું કહ્યું, પણ તારું એટલું સત્વ નથી તો કમસે કમ ૫…૪…૩…૨…૧… મહિના સુધી…
અરે છેવટે… ૧૬…૮…૩…૧… દિવસ ના ઉપવાસ નહીં તો છેવટે આયંબિલ… એકાસણું… પુરિમુડ્ઢ..
એ પણ નહીં તો છેવટે નવકારશી. મનની આસક્તિ ઉપર કાબુ મૂક. આવી ઉત્તમ ભાવનાથી સૂર્યોદયથી ૪૮ મિનીટ સુધી આહાર નો ત્યાગ તે સાચી નવકારશી.
સામાન્ય બની ગયેલી નવકારશી ની પ્રતિજ્ઞા કેટલી બધી દુર્લભ છે.
તીર્થંકર નામકર્મ નિકાચિત કરેલું તેવા શ્રી કૃષ્ણ મહારાજા, શ્રેણિક આદિ કર્મનિર્જરા કે આત્મકલ્યાણ માટે નવકારશી જેટલું પચ્ચક્ખાણ કરી નહોતા શકતા.
એ જ સાબિત કરે છે કે નવકારશી આદિ પ્રતિજ્ઞા કરવા વિશિષ્ટ સત્વ જેમ જરૂરી છે તે જ રીતે કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ અને વિશિષ્ટ પુણ્યોદય પણ જરૂરી છે.
