આદિ જિણંદા, મરુદેવાનો નંદ
તારી કૃપાનો, મેઘ વરસે જિણંદ…
આવ્યો છું હૂં, તારે દ્વારે પ્રભુ,
યાચક હું છું, સ્વીકારો વિભુ
આતમ મારો, દાદા શોધે તને
અંતરથી દાદા તું જ ગમે
આદિ જિણંદા, મરુદેવાનો નંદ…
શોધુ તને, તું કયાં છે પ્રભુ
મળયો મને, ભીતરમાં વિભુ
એક વિનતી માહરી સ્વીકારી તુ લે,
તારો માની બાળને સંભાળી તુ લે
આદિ જિણંદા, મરુદેવાનો નંદ…
તારો સાથ, મુજને મળે;
ફેરો મારો, ભવ નો ટળે
આદિ આદિ નામ રટતા, વીતે દિવસો
આપ આવી મુજ અંતરમાં વસો
આદિ જિણંદા, મરુદેવાનો નંદ…
આતમ મારો, દાદા શોધે તને,
આવી ને તું ઊગાર મને
તારો માની, સંભાળી તું લે,
આદિ જિણંદ, મને સંયમ તું દે
આદિ જિણંદા, મરુદેવાનો નંદ…
आदि जिणंदा, मरुदेवानो नंद
तारी कृपानो, मेघ वरसे जिणंद…
आव्यो छुं हूं, तारे द्वारे प्रभु,
याचक हुं छुं, स्वीकारो विभु
आतम मारो, दादा शोधे तने
अंतरथी दादा तुं ज गमे
आदि जिणंदा, मरुदेवानो नंद…
शोधु तने, तुं कयां छे प्रभु
मळयो मने, भीतरमां विभु
एक विनती माहरी स्वीकारी तु ले,
तारो मानी बाळने संभाळी तु ले
आदि जिणंदा, मरुदेवानो नंद…
तारो साथ, मुजने मळे;
फेरो मारो, भव नो टळे
आदि आदि नाम रटता, वीते दिवसो
आप आवी मुज अंतरमां वसो
आदि जिणंदा, मरुदेवानो नंद…
आतम मारो, दादा शोधे तने,
आवी ने तुं ऊगार मने
तारो मानी, संभाळी तुं ले,
आदि जिणंद, मने संयम तुं दे
आदि जिणंदा, मरुदेवानो नंद…



