આજ મનોરથ માહરો ફળીયો,
પાર્શ્વ જિનેશ્વર મલિયો રે;
દુરગતિનો ભય દૂરે ટળયો ને,
પાયો પુણ્ય પોટલિયો રે
દુરગતિ… આજ… ।।૧।।
મોહ મહાભટ જે છે બળિયો,
સયલ લોક જેણે છલિયો રે;
માયામાંહે જગ સહુ ડુલિયો,
એ તુજ તેજે ગલિયો રે…
દુરગતિ… આજ… ।।૨।।
તુજ દર્શન વિણ બહુ ભવ રુલિયો,
કુગુરુ કુદેવે જલિયો રે;
ઝાઝા દુ:ખ માંહી હાંફળીયો,
ગતિ ચારે આફળીયો રે…
દુરગતિ… આજ… ।।૩।।
કુમતિ કદાગ્રહ હેલે દળીયો,
જબ જિનવર સાંભળીયો રે;
પ્રભુ દીઠે આનંદ ઉછળીયો,
મગમાંહે ઘી ઢળીયો રે
દુરગતિ… આજ… ।।૪।।
અવર દેવશું નેહ વિચલિયો,
જિનજીશું ચિત્ત હળીયો રે;
પામી સરસ સુધારસ ફળીયો,
કુણ લે જલ ભાંભળીયો રે
દુરગતિ… આજ… ।।૫।।
જન મન વાંછિત પૂરણ કળીયો,
ચિંતામણિ ઝળહળીયો રે;
‘મેઘ’ કહે ગુણમણિ માદલિયો,
દે દોલત દાદલિયો રે
દુરગતિ… આજ… ।।૬।।
आज मनोरथ माहरो फळीयो,
पार्श्व जिनेश्वर मलियो रे;
दुरगतिनो भय दूरे टळयो ने,
पायो पुण्य पोटलियो रे
दुरगति… आज… ।।१।।
मोह महाभट जे छे बळियो,
सयल लोक जेणे छलियो रे;
मायामांहे जग सहु डुलियो,
ए तुज तेजे गलियो रे…
दुरगति… आज… ।।२।।
तुज दर्शन विण बहु भव रुलियो,
कुगुरु कुदेवे जलियो रे;
झाझा दु:ख मांही हांफळीयो,
गति चारे आफळीयो रे…
दुरगति… आज… ।।३।।
कुमति कदाग्रह हेले दळीयो,
जब जिनवर सांभळीयो रे;
प्रभु दीठे आनंद उछळीयो,
मगमांहे घी ढळीयो रे
दुरगति… आज… ।।४।।
अवर देवशुं नेह विचलियो,
जिनजीशुं चित्त हळीयो रे;
पामी सरस सुधारस फळीयो,
कुण ले जल भांभळीयो रे
दुरगति… आज… ।।५।।
जन मन वांछित पूरण कळीयो,
चिंतामणि झळहळीयो रे;
‘मेघ’ कहे गुणमणि मादलियो,
दे दोलत दादलियो रे
दुरगति… आज… ।।६।।




