અભિનંદન જિન ! દરિસણ તરસીયેં રે, દરિસણ દુર્લભ દેવ !
મત મત ભેદે રે જો જઈ પૂછીયેં રે, સહુ થાયે “અહમેવ" રે
અભિનંદન જિન…
સામાન્યે કરી દરિસણ દોહિલું રે, નિર્ણય સકળ વિશેષ
મદમેં ઘેર્યો રે અંધો કિમ કહે રે? રવિ શશિ રૂપ વિલેષ
અભિનંદન જિન…
હેતુ-વિવાદે હો ચિત્ત ધરી જોઇયેં રે, અતિ-દુર્ગમ નય-વાદ
આગમ-વાદે હો ગુરૂ-ગમ કો નહીં રે, એ સબળો વિષવાદ
અભિનંદન જિન…
ઘાતી-ડુંગર આડા અતિઘણા રે, તુજ દરિસણ જગનાથ !
ધીઠાઈ કરી મારગ સંચરું રે, સેંગૂ કોઈ ન સાથ
અભિનંદન જિન…
“દરિસણ"-“દરિસણ" રક્તો જો ફિરૂં રે, તોરણ રોજ સમાન
જેહને પિપાસા હો અમૃત-પાનની રે, કિમ ભાંજે વિષ-પાન
અભિનંદન જિન…
તરસ ન આવે હો મરણ-જીવન તણો રે, સીઝેં જો દરિસણ કાજ
દરિસણ દુર્લભ, સુલભ કૃપા થકી રે, આનંદઘન મહારાજ
અભિનંદન જિન…
अभिनंदन जिन ! दरिसण तरसीयें रे, दरिसण दुर्लभ देव !
मत मत भेदे रे जो जई पूछीयें रे, सहु थाये “अहमेव" रे
अभिनंदन जिन…
सामान्ये करी दरिसण दोहिलुं रे, निर्णय सकळ विशेष
मदमें घेर्यो रे अंधो किम कहे रे? रवि शशि रूप विलेष
अभिनंदन जिन…
हेतु-विवादे हो चित्त धरी जोइयें रे, अति-दुर्गम नय-वाद
आगम-वादे हो गुरू-गम को नहीं रे, ए सबळो विषवाद
अभिनंदन जिन…
घाती-डुंगर आडा अतिघणा रे, तुज दरिसण जगनाथ !
धीठाई करी मारग संचरुं रे, सेंगू कोई न साथ
अभिनंदन जिन…
“दरिसण"-“दरिसण" रक्तो जो फिरूं रे, तोरण रोज समान
जेहने पिपासा हो अमृत-पाननी रे, किम भांजे विष-पान
अभिनंदन जिन…
तरस न आवे हो मरण-जीवन तणो रे, सीझें जो दरिसण काज
दरिसण दुर्लभ, सुलभ कृपा थकी रे, आनंदघन महाराज
अभिनंदन जिन…

