ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મોહ સંતાપ રે;
ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૧
ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે;
અધમ વચણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨
ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાર રે;
સમકિત રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ૩
શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે;
પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ મિત્ત રે. ૪
જે સમોસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે;
ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ૫
શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે;
ભોગવે રાજ શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૬
સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે;
મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૭
શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે;
જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ૮
ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધિ રે;
દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોયે સંવર વૃદ્ધિ રે. ૯
ઇહભવ પરભવ આચર્ચા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે;
જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ૧૦
ગુરૂતણા વચન જે અવગણી, ગુંથિયા આપ મત જાલ રે;
બહુપરે લોકોને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે. ૧૧
જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે;
જેહ પરધન હરી હરખીયાં, કીધલો કામ ઉન્માદ રે. ૧૨
જેહ ધન ધાન્ય મૂર્છા ધરી, સેવિયા ચાર કષાય રે;
રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીયો કલહ ઉપાય રે. ૧૩
જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે;
રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૧૪
પાપ જે એહવા સેવિચાં, નિંદિએ તેહ ત્રિહું કાલ રે;
સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોય કર્મ વિસરાલ રે. ૧૫
વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગ રે;
તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૧૬
સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે;
જેહ આચાર આચાર્યનો, ચરણવન સિંચવા મેહ રે. ૧૭
જેહ ઉવજ્ઝાયનો ગુણ ભલો, સૂત્ર સજ્ઝાય પરિણામ રે;
સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૧૮
જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે;
સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિયે સાર રે. ૧૯
અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે;
સર્વ તે ચિત્ત અનુમોદિએ, સમકિત બીજ નિરધાર રે. ૨૦
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે;
ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨૧
થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે;
દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમા જાણ રે. ૨૨
ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે;
ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે. ૨૩
દેહ મન વચન પુદ્દગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે;
અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૪
કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે;
રૂપ પ્રગટે સહજ આપણું દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨૫
ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે;
જ્ઞાનરૂચિ વેલ વિસ્તારતાં , વારતાં કર્મનું જોર રે. ૨૬
રાગ વિષ દોષ ઉતારતાં, જારતાં દ્વેષ રસ શેષ રે;
પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ૨૭
દેખિયે માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે;
તેહ અણછોડતાં ચાલીએ, પામીયે જિમ પરમધામ રે. ૨૮
શ્રી નયવિજય ગર શિષ્યની શીખડી અમૃત વેલ રે;
એહ જે ચતુર નાર આદરે, તે લહે સુયશ રંગરેલ રે. ૨૯
चेतन ! ज्ञान अजुवाळीये, टाळीये मोह संताप रे;
चित्त डमडोलतुं वाळीए, पाळीए सहज गुण आप रे. १
उपशम अमृतरस पीजीए, कीजीए साधु गुणगान रे;
अधम वचणे नवि खीजीए, दीजीए सज्जनने मान रे. २
क्रोध अनुबंध नवि राखीए, भाखीए वयण मुख सार रे;
समकित रत्नरूचि जोडीए, छोडीए कुमति मति काच रे. ३
शुद्ध परिणामने कारणे, चारनां शरण धरे चित्त रे;
प्रथम तिहां शरण अरिहंतनुं, जेह जगदीश जग मित्त रे. ४
जे समोसरणमां राजतां, भांजता भविक संदेह रे;
धर्मना वचन वरसे सदा, पुष्करावर्त जिम मेह रे. ५
शरण बीजुं भजे सिद्धनुं, जे करे कर्म चकचूर रे;
भोगवे राज शिवनगरनुं, ज्ञान आनंद भरपूर रे. ६
साधुनुं शरण त्रीजुं धरे, जेह साधे शिवपंथ रे;
मूळ उत्तर गुणे जे वर्या, भव तर्या भाव निग्रंथ रे. ७
शरण चोथुं धरे धर्मनुं, जेहमां वर दयाभाव रे;
जेह सुख हेतु जिनवर कह्यो, पाप जल तरवा नाव रे. ८
चारनां शरण ए पडिवजे, वळी भजे भावना शुद्धि रे;
दुरित सवि आपणा निंदिए, जीम होये संवर वृद्धि रे. ९
इहभव परभव आचर्चा, पाप अधिकरण मिथ्यात्व रे;
जे जिनाशातनादिक घणां, निंदिए तेह गुणघात रे. १०
गुरूतणा वचन जे अवगणी, गुंथिया आप मत जाल रे;
बहुपरे लोकोने भोळव्यां, निंदिए तेह जंजाल रे. ११
जेह हिंसा करी आकरी, जेह बोल्या मृषावाद रे;
जेह परधन हरी हरखीयां, कीधलो काम उन्माद रे. १२
जेह धन धान्य मूर्छा धरी, सेविया चार कषाय रे;
राग ने द्वेषने वश हुआ, जे कीयो कलह उपाय रे. १३
जूठ जे आळ परने दिया, जे कर्या पिशुनता पाप रे;
रति अरति निंद माया मृषा, वळीय मिथ्यात्व संताप रे. १४
पाप जे एहवा सेविचां, निंदिए तेह त्रिहुं काल रे;
सुकृत अनुमोदना कीजीए, जिम होय कर्म विसराल रे. १५
विश्व उपकार जे जिन करे, सार जिननाम संयोग रे;
तेह गुण तास अनुमोदिए, पुण्य अनुबंध शुभयोग रे. १६
सिद्धनी सिद्धता कर्मना, क्षय थकी उपनी जेह रे;
जेह आचार आचार्यनो, चरणवन सिंचवा मेह रे. १७
जेह उवज्झायनो गुण भलो, सूत्र सज्झाय परिणाम रे;
साधुनी जेह वळी साधुता, मूळ उत्तर गुण धाम रे. १८
जेह विरति देशश्रावक तणी, जेह समकित सदाचार रे;
समकित दृष्टि सुरनर तणो, तेह अनुमोदिये सार रे. १९
अन्यमां पण दयादिक गुणो, जेह जिनवचन अनुसार रे;
सर्व ते चित्त अनुमोदिए, समकित बीज निरधार रे. २०
पाप नवि तीव्र भावे करे, जेहने नवि भव राग रे;
उचित स्थिति जेह सेवे सदा, तेह अनुमोदवा लाग रे. २१
थोडलो पण गुण परतणो, सांभळी हर्ष मन आण रे;
दोष लव पण निज देखतां, निर्गुण निजआतमा जाण रे. २२
उचित व्यवहार अवलंबने, एम करी स्थिर परिणाम रे;
भाविये शुद्धनय भावना, पापनाशच तणुं ठाम रे. २३
देह मन वचन पुद्दगल थकी, कर्मथी भिन्न तुज रूप रे;
अक्षय अकलंक छे जीवनुं, ज्ञान आनंद स्वरूप रे. २४
कर्मथी कल्पना उपजे, पवनथी जेम जलधि वेल रे;
रूप प्रगटे सहज आपणुं देखतां दृष्टि स्थिर मेल रे. २५
धारतां धर्मनी धारणा, मारतां मोतवड चोर रे;
ज्ञानरूचि वेल विस्तारतां , वारतां कर्मनुं जोर रे. २६
राग विष दोष उतारतां, जारतां द्वेष रस शेष रे;
पूर्व मुनि वचन संभारतां, वारतां कर्म निःशेष रे. २७
देखिये मार्ग शिव नगरनो, जे उदासीन परिणाम रे;
तेह अणछोडतां चालीए, पामीये जिम परमधाम रे. २८
श्री नयविजय गर शिष्यनी शीखडी अमृत वेल रे;
एह जे चतुर नार आदरे, ते लहे सुयश रंगरेल रे. २९

