ભગવાનની દયાનો.. ભરપૂર છે ખજાનો
ખૂટે નહી કદાપિ એની.. પ્રીતનો ખજાનો
ભગવાનની દયાનો…
લેનાર હોય તેને.. આપે હજાર હાથે
ખાલી ને જાય કોઈ.. દાતાર છે મજાનો
ભગવાનની દયાનો…
એની નજરમાં કોઈ.. ઊંચું નથી કે નીચું
સહુએ છે એક સરીખા.. નાનું ન કોઈ મોટું
ભગવાનની દયાનો…
દેખી શકાય તુજને.. દ્રષ્ટિ નથી અમારી
ઘટઘટ માંહી બિરાજે.. આવીને છાનોમાનો
ભગવાનની દયાનો…
દુઃખિયાનો તું દિલાસો.. ડુબતાનો તું સહારો
શ્રદ્ધાભરી છે હૈયે.. આખર તું તારવાનો
ભગવાનની દયાનો…
भगवाननी दयानो.. भरपूर छे खजानो
खूटे नही कदापि एनी.. प्रीतनो खजानो
भगवाननी दयानो…
लेनार होय तेने.. आपे हजार हाथे
खाली ने जाय कोई.. दातार छे मजानो
भगवाननी दयानो…
एनी नजरमां कोई.. ऊंचुं नथी के नीचुं
सहुए छे एक सरीखा.. नानुं न कोई मोटुं
भगवाननी दयानो…
देखी शकाय तुजने.. द्रष्टि नथी अमारी
घटघट मांही बिराजे.. आवीने छानोमानो
भगवाननी दयानो…
दुःखियानो तुं दिलासो.. डुबतानो तुं सहारो
श्रद्धाभरी छे हैये.. आखर तुं तारवानो
भगवाननी दयानो…


