છઠ્ઠો આરો એવો આવશે, જણાવે શ્રી જિનવરદેવ ;
પૃથ્વી પ્રલય થાયસે, વરસશે વિરુવા મેહ રે,
રે જીવ ! જિન ધર્મ કીજીએ…
તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય
ત્યાં પ્રભુ ગૌતમે પૂછિયું, પૃથ્વી બીજ કેમ થાય રે?
રે જીવ…
વૈતાઢ્ય ગિરી ઠામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ;
તેણે બે કેડે બેહુ ભેખડો, બ્હોતેર બીલની ખાણ રે
રે જીવ…
સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાણ ;
સોળ વરસનું આઉખું, મૂંઢા હાથની કાય રે.
રે જીવ…
છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુઃખી મહાદુઃખી થાય;
રાતે ચરવા નીકળે, દિવસે બિલમાંહે જાય રે.
રે જીવ…
સર્વ ભક્ષી સર્વે માછલા, મરી મરી દુર્ગતિ જાય;
નરનારી હોશે બહુ, દુર્ગંધી તસ કાય રે.
રે જીવ…
પ્રભુ બાલની પેરે વિનવું, છઠ્ઠે આરે જન્મ નિવાર ;
કાંતિવિજય કવિરાયનો, મેઘ ભણે સુખમાલ રે.
રે જીવ…
छठ्ठो आरो एवो आवशे, जणावे श्री जिनवरदेव ;
पृथ्वी प्रलय थायसे, वरसशे विरुवा मेह रे,
रे जीव ! जिन धर्म कीजीए…
तावडे डुंगर तरडशे, वाए उडी उडी जाय
त्यां प्रभु गौतमे पूछियुं, पृथ्वी बीज केम थाय रे?
रे जीव…
वैताढ्य गिरी ठामे शाश्वती, गंगा सिंधु नदी नाम;
तेणे बे केडे बेहु भेखडो, ब्होतेर बीलनी खाण रे
रे जीव…
सर्वे मनुष्य तिहां रहेशे, मनखा केरी रे खाण ;
सोळ वरसनुं आउखुं, मूंढा हाथनी काय रे.
रे जीव…
छ वरसनी स्त्री गर्भ धरशे, दुःखी महादुःखी थाय;
राते चरवा नीकळे, दिवसे बिलमांहे जाय रे.
रे जीव…
सर्व भक्षी सर्वे माछला, मरी मरी दुर्गति जाय;
नरनारी होशे बहु, दुर्गंधी तस काय रे.
रे जीव…
प्रभु बालनी पेरे विनवुं, छठ्ठे आरे जन्म निवार ;
कांतिविजय कविरायनो, मेघ भणे सुखमाल रे.
रे जीव…

