(રાગ : સુરમયી અખિયોં મેં)
બેટી/દિકરી મારી દીક્ષા લે,
અથવા
દિકરો/પુત્ર મારો દીક્ષા લે,
એવું મીઠું મને સપનું આવ્યું રે
વેષ શ્રમણનો અંગ પર
તૃપ્તિ છલકે વદન પર…
….મારી દીક્ષા લે…
ગુરુજીનો એ વિનય કરે છે,
ગુરુજી પાસે વાચના લે છે,
ગુરુચરણોમાં, રમે છે જિનવચનોમાં
મારું તારું ના કરે,
સૌપર એ મમતા ધરે…
….મારી દીક્ષા લે…
સંયમ રૂડું રૂડુ પાળે,
ગુણથી ગુરુકુળને અજવાળે,
પ્રભુગુણગાને, રમે એ આતમધ્યાને
ત્યાગ કરે તપસ્યા કરે,
પરિષહથી એ ના ડરે…
….મારી દીક્ષા લે…
મગ્ર રહે છે ધર્મક્રિયામાં,
મોક્ષ વસે એના રુદિયામાં
કરુણા નયણે, મધુરતા છલકે વયણે
જયણા પગ પગ આચરે,
ઉપશમભાવે મન ઠરે…
….મારી દીક્ષા લે…
(राग : सुरमयी अखियों में)
बेटी/दिकरी मारी दीक्षा ले,
अथवा
दिकरो/पुत्र मारो दीक्षा ले,
एवुं मीठुं मने सपनुं आव्युं रे
वेष श्रमणनो अंग पर
तृप्ति छलके वदन पर…
….मारी दीक्षा ले…
गुरुजीनो ए विनय करे छे,
गुरुजी पासे वाचना ले छे,
गुरुचरणोमां, रमे छे जिनवचनोमां
मारुं तारुं ना करे,
सौपर ए ममता धरे…
….मारी दीक्षा ले…
संयम रूडुं रूडु पाळे,
गुणथी गुरुकुळने अजवाळे,
प्रभुगुणगाने, रमे ए आतमध्याने
त्याग करे तपस्या करे,
परिषहथी ए ना डरे…
….मारी दीक्षा ले…
मग्र रहे छे धर्मक्रियामां,
मोक्ष वसे एना रुदियामां
करुणा नयणे, मधुरता छलके वयणे
जयणा पग पग आचरे,
उपशमभावे मन ठरे…
….मारी दीक्षा ले…