દોષ થી હર્યો ભર્યો છું છતાં,
દાદા તુજને મળવાની ઘણી આશ છે ,
હું તને નીરખી શકું ના તને ભલે દાદા ,
તું પરંતુ મારી આસપાસ છે
દોષ થી હર્યો…
ભલે તું કોયલના ગાને,
ભલે ગ્રંથના પાને,
મને તું આવી ને મળજે,
હો દાદા કોઈ પણ બહાને
(૨ વાર)
જળ બધા મેં પી લીધા આ વિશ્વના, હો દાદા,
તુજને પીવાની હજી પ્યાસ છે
હું ભલે… દોષ થી હર્યો…
વસ્યો તું ધરતી ગગનમાં,
વસ્યો તું સુંદર મધુવનમાં,
વસ્યો તું માં અને સંતમાં,
છતાં શાંતિ નથી મનમાં
(૨ વાર)
દ્રષ્ટિ ગોચર થા હવે આ વિશ્વ માં, હો દાદા,
તુજ વિના અહી સહુ નિરાશ છે
હું ભલે… દોષ થી હર્યો…
હું ને મારું ને મારા માં,
એ જ વાતો મને ગમે,
બીજા ના ગુણ તણી સરગમ,
હૃદય માં ખુબ રે દમે
(૨ વાર)
હું તણા સમુદ્ર માં ડૂબી ગયો, હો દાદા
તારી પાસે આવી એક લાશ છે
હું ભલે… દોષ થી હર્યો…
दोष थी हर्यो भर्यो छुं छतां,
दादा तुजने मळवानी घणी आश छे ,
हुं तने नीरखी शकुं ना तने भले दादा ,
तुं परंतु मारी आसपास छे
दोष थी हर्यो…
भले तुं कोयलना गाने,
भले ग्रंथना पाने,
मने तुं आवी ने मळजे,
हो दादा कोई पण बहाने
(२ बार)
जळ बधा में पी लीधा आ विश्वना, हो दादा,
तुजने पीवानी हजी प्यास छे
हुं भले… दोष थी हर्यो…
वस्यो तुं धरती गगनमां,
वस्यो तुं सुंदर मधुवनमां,
वस्यो तुं मां अने संतमां,
छतां शांति नथी मनमां
(२ बार)
द्रष्टि गोचर था हवे आ विश्व मां, हो दादा,
तुज विना अही सहु निराश छे
हुं भले… दोष थी हर्यो…
हुं ने मारुं ने मारा मां,
ए ज वातो मने गमे,
बीजा ना गुण तणी सरगम,
हृदय मां खुब रे दमे
(२ बार)
हुं तणा समुद्र मां डूबी गयो, हो दादा
तारी पासे आवी एक लाश छे
हुं भले… दोष थी हर्यो…


