એક દિન પુંડરિક ગણધરૂ રે લાલ,
પૂછે શ્રી આદિજિણંદ સુખકારી રે
કહીએ તે ભવજલ ઉતરી રે લાલ,
પામીશ પરમાનંદ ભવવારી રે… (૧)
એક દિન પુંડરિક…
કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ,
જ્ઞાન અને નિર્વાણ જયકારી રે,
તીરથ મહિમા વાધશે રે લાલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે… (૨)
એક દિન પુંડરિક…
ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લાલ,
ઘાતિ કરમ કર્યા દૂર તમ વારી રે,
પંચ ક્રોડ઼ મુનિ પરિવર્યા રે લાલ,
હુઆ સિદ્ધિ હજુર ભવવારી રે… (૩)
એક દિન પુંડરિક…
ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લાલ,
પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે,
ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ,
લોગસ્સ થુઈ નમુક્કાર નરનારી રે… (૪)
એક દિન પુંડરિક…
દસ વીસ ત્રીસ ચાલીસ ભલા રે લાલ,
પચાસ પુષ્પની માળ અતિ સારી રે,
નરભવ લાહો લીજીએ રે લાલ,
જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે… (૫)
એક દિન પુંડરિક…
एक दिन पुंडरिक गणधरू रे लाल,
पूछे श्री आदिजिणंद सुखकारी रे
कहीए ते भवजल उतरी रे लाल,
पामीश परमानंद भववारी रे… (१)
एक दिन पुंडरिक…
कहे जिन ईण गिरि पामशो रे लाल,
ज्ञान अने निर्वाण जयकारी रे,
तीरथ महिमा वाधशे रे लाल,
अधिक अधिक मंडाण निरधारी रे… (२)
एक दिन पुंडरिक…
ईम निसुणीने ईहां आवीया रे लाल,
घाति करम कर्या दूर तम वारी रे,
पंच क्रोड़ मुनि परिवर्या रे लाल,
हुआ सिद्धि हजुर भववारी रे… (३)
एक दिन पुंडरिक…
चैत्री पूनम दिन कीजीए रे लाल,
पूजा विविध प्रकार दिलधारी रे,
फळ प्रदक्षिणा काउस्सग्गा रे लाल,
लोगस्स थुई नमुक्कार नरनारी रे… (४)
एक दिन पुंडरिक…
दस वीस त्रीस चालीस भला रे लाल,
पचास पुष्पनी माळ अति सारी रे,
नरभव लाहो लीजीए रे लाल,
जेम होय ज्ञान विशाल मनोहारी रे… (५)
एक दिन पुंडरिक…
