(રાગ : જિંદગી પ્યાર કે ગીત હૈ)
એવું લાગે છે આજે મને,
પ્રભુ આવ્યા છે મારા હૃદયમાં
મિત્ર માનું બધા જીવને,
ભાવ જાગ્યા છે મારા હૃદયમાં… ૧
ઠંડો સુરમો અંજાઈ ગયો,
રાતા ધગધગતા લોચન મહી
ક્રોધ આવ્યો તો જેની ઉપર,
પ્રેમ પ્રગટ્યો છે મારા હૃદયમાં… ૨
કરે નુકશાન જેઓ મને,
તે તો કેવળ નિમિત્તો બધા,
ભાગ ભજવે છે મારા કરમ,
સાચું સમજાયું મારા હૃદયમાં… ૩
જેની જાગી’તી ઈર્ષ્યા મને,
તેની ઈચ્છું છું પ્રગતિ હવે,
સુખ એનું એ માણે ભલે,
બળું શાને હું મારા હૃદયમાં… ૪
વેરવૃત્તિની જ્વાળા ઉપર,
ધારા વરસી રહી મેઘની,
કૂણાં કૂણાં ક્ષમભાવના,
ફૂટ્યા અંકુરા મારા હૃદયમાં… ૫
(राग : जिंदगी प्यार के गीत है)
एवुं लागे छे आजे मने,
प्रभु आव्या छे मारा हृदयमां
मित्र मानुं बधा जीवने,
भाव जाग्या छे मारा हृदयमां… १
ठंडो सुरमो अंजाई गयो,
राता धगधगता लोचन मही
क्रोध आव्यो तो जेनी उपर,
प्रेम प्रगट्यो छे मारा हृदयमां… २
करे नुकशान जेओ मने,
ते तो केवळ निमित्तो बधा,
भाग भजवे छे मारा करम,
साचुं समजायुं मारा हृदयमां… ३
जेनी जागी’ती ईर्ष्या मने,
तेनी ईच्छुं छुं प्रगति हवे,
सुख एनुं ए माणे भले,
बळुं शाने हुं मारा हृदयमां… ४
वेरवृत्तिनी ज्वाळा उपर,
धारा वरसी रही मेघनी,
कूणां कूणां क्षमभावना,
फूट्या अंकुरा मारा हृदयमां… ५


