હે ઈન્દ્રભૂતિ ! તારા ગુણો કહેતાં હરખ ન માય રે,
હે ગુણદરિયા ! સૂરવધુ કરજોડી તુમ ગુણ ગાય
જે શંકર વિરંચીની જોડી વલી મોરલીધરને વિછોડી,
તેં જિનજી સાથે પ્રીત જોડી, હે ઇન્દ્રભૂતિ…॥૧॥
વેદના અર્થ સુણી સાચા,
વીરના ચેલા થયા જાચા,
કોઈ લબ્ધિએ ન રહ્યા કાચા,
હે ઇન્દ્રભૂતિ…॥૨॥
પરિગ્રહ નવવિધના ત્યાગી,
તુમચી જાગરણ દશા જાગી,
ધર્મધ્યાન શુક્લધ્યાનના રાગી,
હે ઇન્દ્રભૂતિ…॥૩॥
અનુયોગ ચારના બહુ જાણ,
તેને નિર્મલ પ્રબલ તુજ નાણ,
અમૃત રસ સમ મીઠડી વાણ,
હે ઇન્દ્રભૂતિ…॥૪॥
જે કામનૃપ ને રમવા દડી,
ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી,
તે રમણી તુજને નવિ નડી,
હે ઇન્દ્રભૂતિ…॥૫॥
અતિ જાગરણ દશા જ્યારે,
જાગી ભાવઠ સઘલી ત્યારે ભાગી,
કહે ધર્મજિત નોબત વાગી,
હે ઇન્દ્રભૂતિ…॥૬॥
हे ईन्द्रभूति ! तारा गुणो कहेतां हरख न माय रे,
हे गुणदरिया ! सूरवधु करजोडी तुम गुण गाय
जे शंकर विरंचीनी जोडी वली मोरलीधरने विछोडी,
तें जिनजी साथे प्रीत जोडी, हे इन्द्रभूति…॥१॥
वेदना अर्थ सुणी साचा,
वीरना चेला थया जाचा,
कोई लब्धिए न रह्या काचा,
हे इन्द्रभूति…॥२॥
परिग्रह नवविधना त्यागी,
तुमची जागरण दशा जागी,
धर्मध्यान शुक्लध्यानना रागी,
हे इन्द्रभूति…॥३॥
अनुयोग चारना बहु जाण,
तेने निर्मल प्रबल तुज नाण,
अमृत रस सम मीठडी वाण,
हे इन्द्रभूति…॥४॥
जे कामनृप ने रमवा दडी,
त्रण गति त्रिवटे तेह पडी,
ते रमणी तुजने नवि नडी,
हे इन्द्रभूति…॥५॥
अति जागरण दशा ज्यारे,
जागी भावठ सघली त्यारे भागी,
कहे धर्मजित नोबत वागी,
हे इन्द्रभूति…॥६॥

