(રચના : પં. પૂ. શ્રી ઉદયરત્ન વિ. મ. સા.)
(રાગ : રજા આપો હવે દાદા)
ફક્ત બે ચાર અક્ષરમાં તમોને આજ ભીંજાવું,
પ્રભુનાં સંઘનાં શ્રમણી તમારી આંખમાં લાવું…
મળે એવું કે જેની આંખમાં સારપ ભરેલી હો,
અને અપરાધીઓને કાજ પણ વ્હાલપ ભરેલી હો,
કશ લો, એમનાં દર્શન ચલો, તો કંઈ નથી ગાવું…
ને તીરથ જાતરા માટે ઘણું આઘે નથી જાવું… (૧)
ધરા પણ પુણ્યવંતી છે વસે જ્યાં સાધવી નારી,
વદે બે વેણ તો પણ એ પ્રભુની આણ સંભારી,
મળે જો આંખડી અમીયલ અને અમરત થકી ન્હાવું…
તો ગંગાસ્થાન કાજે પણ ઘણું આઘે નથી જાવું… (૨)
તજીને સુખ સંસારી પંથ વ્હાલો કર્યો જેણે,
કરો વંદન કરે ભગવાનની દીકરી બની તેને,
‘ઉદય’ પ્રસ્થાન કીધું ને સ્મરણમાં એમને લાવું…
તો શુકન થઈ ગયા માનો, ઘણે આઘે નથી જાવું… (૩)
(रचना : पं. पू. श्री उदयरत्न वि. म. सा.)
(राग : रजा आपो हवे दादा)
फक्त बे चार अक्षरमां तमोने आज भींजावुं,
प्रभुनां संघनां श्रमणी तमारी आंखमां लावुं…
मळे एवुं के जेनी आंखमां सारप भरेली हो,
अने अपराधीओने काज पण व्हालप भरेली हो,
कश लो, एमनां दर्शन चलो, तो कंई नथी गावुं…
ने तीरथ जातरा माटे घणुं आघे नथी जावुं… (१)
धरा पण पुण्यवंती छे वसे ज्यां साधवी नारी,
वदे बे वेण तो पण ए प्रभुनी आण संभारी,
मळे जो आंखडी अमीयल अने अमरत थकी न्हावुं…
तो गंगास्थान काजे पण घणुं आघे नथी जावुं… (२)
तजीने सुख संसारी पंथ व्हालो कर्यो जेणे,
करो वंदन करे भगवाननी दीकरी बनी तेने,
‘उदय’ प्रस्थान कीधुं ने स्मरणमां एमने लावुं…
तो शुकन थई गया मानो, घणे आघे नथी जावुं… (३)