ઘર ઘર દીવડા પ્રગટાવો, બારણ તોરણીયા બંધાવો
આ તો આવ્યા રે (૨ વાર)
હે આ તો આવ્યા રે અવસર આનંદના
રૂડા માંડવલા બંધાવો આંગણ ચોક પુરાવો
આ તો આવ્યા રે (૨ વાર)
હે આ તો આવ્યા રે અવસર આનંદના
ઘર ઘર દીવડા…
હે સખી આજ અનોપમ દિવાળી (૨ વાર)
અમે લેશું અંતર ને અજવાળી (૨ વાર)
ધવલ ગીતડાં ગવડાવો, મંગલ વાજા રે વગડાવો
આ તો આવ્યા રે (૨ વાર)
હે આ તો આવ્યા રે અવસર આનંદના
ઘર ઘર દીવડા…
આવો આવો અતિથિ અમ આંગણીયે
અમે વાટલડી જોતા બેઠા બારણિયે
નાના મોટા સહુએ આવો, પ્રેમે ગીત પ્રભુના ગાવો
આ તો આવ્યા રે (૨ વાર)
હે આ તો આવ્યા રે અવસર આનંદના
ઘર ઘર દીવડા…
घर घर दीवडा प्रगटावो, बारण तोरणीया बंधावो
आ तो आव्या रे (२ बार)
हे आ तो आव्या रे अवसर आनंदना
रूडा मांडवला बंधावो आंगण चोक पुरावो
आ तो आव्या रे (२ बार)
हे आ तो आव्या रे अवसर आनंदना
घर घर दीवडा…
हे सखी आज अनोपम दिवाळी (२ बार)
अमे लेशुं अंतर ने अजवाळी (२ बार)
धवल गीतडां गवडावो, मंगल वाजा रे वगडावो
आ तो आव्या रे (२ बार)
हे आ तो आव्या रे अवसर आनंदना
घर घर दीवडा…
आवो आवो अतिथि अम आंगणीये
अमे वाटलडी जोता बेठा बारणिये
नाना मोटा सहुए आवो, प्रेमे गीत प्रभुना गावो
आ तो आव्या रे (२ बार)
हे आ तो आव्या रे अवसर आनंदना
घर घर दीवडा…


