સંતપ્ત આ સંસારમાં કરુણાની જલધારા તમે,
ચદાં તમે સૂરજ તમે તપતેજધર તારા તમે,
સહુ જીવથી ન્યારા તમે સહુ જીવના પ્યારા તમે,
હે નાથ ! હૈયુ દઈ દીધુ હવે આજથી મારા તમે… (૧)
મુજ પુણ્યની પુષ્ટિ તમે સંકલ્પની મૃષ્ટિ તમે,
ભવ ગ્રીષ્મ તાપે તપ્ત જીવો પર અમીવૃષ્ટિ તમે,
આ વિશ્વની હસ્તી તમે મુજ મનતણી મસ્તી તમે,
મુજ નેત્રની દૃષ્ટિ તમે મુજ સ્વપ્નની સૃષ્ટિ તમે… (2)
હર્ષે ભર્યાં હૈયા તમે ગુણપ્રીતના સૈયા તમે,
શુભ જીવન-કેરી સાધનાના, રથતણા પૈયા તમે,
દોષોતણા વનમાં ભમંતાના છો રખવૈયા તમે,
ભવસાગરે નૈયા તમે, અમ બાળની મૈયા તમે… (૩)
નિષ્કારણે ભ્રાતા તમે સંકટ થકી માતા તમે,
મહા પંથના દાતા તમે, મહારોગમાં સાતા તમે,
જેનું ન થાતુ કોઈ જગમાં તેહના થાતા તમે,
શું કહું સંપૂર્ણ ષટ્કાયો તણી માતા તમે… (૪)
ઔચિત્ય કેરું કદ તમે જીવો પ્રતિ ગદ્દગદ તમે,
સર્વોચ્ય ધરિયું પદ તમે વળી તેહમાં નિર્મદ તમે,
કરુણામહીં બેહદ તમે શુભતા તણી સરહદ તમે,
આતમતણા દુઃસાધ્ય આ ભવ રોગનું ઔષધ તમે… (પ)
જયાં કાર્ય કોઈ અટકી પડે ત્યાં કાર્યસાધક પળ તમે,
છો નિર્બળોનું બળ તમે સંકટ સમય સાંકળ તમે,
બની વૃક્ષ લીલાછમ તમારા આંગણે ઊભા અમે,
બસ દર્શને ભીનું બને મન એહવું ઝાકળ તમે… (૬)
કરુણા મહાદેવી તણા સોહામણા નંદન તમે,
સંસારકેરા રણ મહી આનંદની છો ક્ષણ તમે,
કષાય કેરી ઉગ્રતાએ પ્રજવળતા ચૈતન્યને,
બસ નામ લેતાં ઠારતું પ્રભુ એહવું ચંદન તમે… (૭)
માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારણું તરણું તમે,
અધ્યાત્મના ગુણ બાગમાં મન મોહતું હરણું તમે,
મુજ પુણ્યનું ભરણું તમે મુજ પ્રેમનું ઝરણું તમે,
આ વિશ્વના ચોગાનમાં છો શાશ્ચતુ શરણું તમે… (૮)
संतप्त आ संसारमां करुणानी जलधारा तमे,
चदां तमे सूरज तमे तपतेजधर तारा तमे,
सहु जीवथी न्यारा तमे सहु जीवना प्यारा तमे,
हे नाथ ! हैयु दई दीधु हवे आजथी मारा तमे… (१)
मुज पुण्यनी पुष्टि तमे संकल्पनी मृष्टि तमे,
भव ग्रीष्म तापे तप्त जीवो पर अमीवृष्टि तमे,
आ विश्वनी हस्ती तमे मुज मनतणी मस्ती तमे,
मुज नेत्रनी दृष्टि तमे मुज स्वप्ननी सृष्टि तमे… (2)
हर्षे भर्यां हैया तमे गुणप्रीतना सैया तमे,
शुभ जीवन-केरी साधनाना, रथतणा पैया तमे,
दोषोतणा वनमां भमंताना छो रखवैया तमे,
भवसागरे नैया तमे, अम बाळनी मैया तमे… (३)
निष्कारणे भ्राता तमे संकट थकी माता तमे,
महा पंथना दाता तमे, महारोगमां साता तमे,
जेनुं न थातु कोई जगमां तेहना थाता तमे,
शुं कहुं संपूर्ण षट्कायो तणी माता तमे… (४)
औचित्य केरुं कद तमे जीवो प्रति गद्दगद तमे,
सर्वोच्य धरियुं पद तमे वळी तेहमां निर्मद तमे,
करुणामहीं बेहद तमे शुभता तणी सरहद तमे,
आतमतणा दुःसाध्य आ भव रोगनुं औषध तमे… (प)
जयां कार्य कोई अटकी पडे त्यां कार्यसाधक पळ तमे,
छो निर्बळोनुं बळ तमे संकट समय सांकळ तमे,
बनी वृक्ष लीलाछम तमारा आंगणे ऊभा अमे,
बस दर्शने भीनुं बने मन एहवुं झाकळ तमे… (६)
करुणा महादेवी तणा सोहामणा नंदन तमे,
संसारकेरा रण मही आनंदनी छो क्षण तमे,
कषाय केरी उग्रताए प्रजवळता चैतन्यने,
बस नाम लेतां ठारतुं प्रभु एहवुं चंदन तमे… (७)
मार्गस्थ जीवो काज भवनिस्तारणुं तरणुं तमे,
अध्यात्मना गुण बागमां मन मोहतुं हरणुं तमे,
मुज पुण्यनुं भरणुं तमे मुज प्रेमनुं झरणुं तमे,
आ विश्वना चोगानमां छो शाश्चतु शरणुं तमे… (८)