(રચના : મુનિ ધનંજય વિજયજી મ.સા.)
હે જિનેશ્વર… હે પરમેશ્વર… હે વ્હાલેશ્વર…
હે દિનબંધુ… હે જીવબંધુ… હે જગબંધુ…
તારણહારા… પાલનહારા… રક્ષણહારા મારા…
પ્રીતમ પ્યારા… વ્હાલમ વ્હાલા… મોહનગારા મારા…
હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું,
તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત,
તમારો પ્રેમ ચાહું છું… હું બાળ તમારો…
વ્હાલો પ્યારો મીઠડો મારો, ઉપકારી જિણંદ,
ખોળે પોઢાળી આપે, આતમનો આનંદ,
તેં ખૂબ દીધો મને પ્રેમ, એનો આભાર માનુ છું… (૧)
તમે રાખજો… તમારો પ્રેમ ચાહું છું… હું બાળ તમારો…
રાગ તોડી વૈરાગ્ય જગાડે, એવો તારો સ્નેહ છે,
કાઢો કષાયો ઉરના ભયવં! મમ મુંડાવેહ,
રહેવા સદ્ગુરૂ સંગાથે, હવે સંયમ યાચું છુ… (૨)
તમે રાખજો… તમારો પ્રેમ ચાહું છું… હું બાળ તમારો…
(रचना : मुनि धनंजय विजयजी म.सा.)
हे जिनेश्वर… हे परमेश्वर… हे व्हालेश्वर…
हे दिनबंधु… हे जीवबंधु… हे जगबंधु…
तारणहारा… पालनहारा… रक्षणहारा मारा…
प्रीतम प्यारा… व्हालम व्हाला… मोहनगारा मारा…
हुं बाळ तमारो छुं, तमारो वहाल चाहुं छुं,
तमे राखजो माथे हाथ, तमे बनजो मारी मात,
तमारो प्रेम चाहुं छुं… हुं बाळ तमारो…
व्हालो प्यारो मीठडो मारो, उपकारी जिणंद,
खोळे पोढाळी आपे, आतमनो आनंद,
तें खूब दीधो मने प्रेम, एनो आभार मानु छुं… (१)
तमे राखजो… तमारो प्रेम चाहुं छुं… हुं बाळ तमारो…
राग तोडी वैराग्य जगाडे, एवो तारो स्नेह छे,
काढो कषायो उरना भयवं! मम मुंडावेह,
रहेवा सद्गुरू संगाथे, हवे संयम याचुं छु… (२)
तमे राखजो… तमारो प्रेम चाहुं छुं… हुं बाळ तमारो…