(રચના : જયશ્રીબેન કોઠારી)
“મેરુ મહાલય, જેવા મહાવ્રત,
ધરવા તું ચાલી ઉમંગે…
બાલી ઉંમરમાં, વૈરાગી થઈને,
વહેતી તું ત્યાગ તરંગે…"
દુંદુભી બાજે, બાજે મૃદંગમ,
ગાજે ગગનની ગોખ તલે…
જગ આખું નમે, મહાત્યાગ કરે તું,
રંગાઈ સંયમ રંગે…
જય નાદ કરે, ઉજમાળ રહે તું,
ઝૂમે રે ઝૂમે આનંદે… (૨ વાર)
દુંદુભી બાજે…
તારો ઓઘો કેવો નાનો-નાનો,
આપે ઓળખ તારી વીરતાનો,
તું એની પ્રીત ધરજે,
સંયમ કેલી કરજે…
ગુરુકુલવાસ સેવી,
મુક્તિની માળ બરજે…
તું નાની નાની શ્રમણી બનીને શોહે,
તુજ દર્શને લાખો ભવિક મન મોહે…
દુંદુભી બાજે, બાજે મૃદંગમ,
ગાજે ગગનની ગોખ તલે…
જગ આખું નમે, મહાત્યાગ કરે તું,
રંગાઈ સંયમ રંગે…
જય નાદ કરે, ઉજમાળ રહે તું,
ઝૂમે રે ઝૂમે આનંદે…
તારી દિક્ષાનો સંદેશ સુણતાં,
તને ઈન્દ્રો-નરેન્દ્રો રે નમતા,
દિક્ષાના સ્વર્ણ પાને,
તુજ નામ રે લખાશે…
ગુણ-કીર્તિ-યશ તારો,
જિનશાસને ગવાશે…
તું સાધનાની શ્રેણી સદા આરોહે,
તુજ દર્શને લાખો ભવિક મન મોહે….
દુંદુભી બાજે, બાજે મૃદંગમ,
ગાજે ગગનની ગોખ તલે..
જગ આખું નમે, મહાત્યાગ કરે.. તું,
રંગાઈ સંયમ રંગે…
જય નાદ કરે, ઉજમાળ રહે તું,
ઝૂમે રે ઝૂમે આનંદે…
(रचना : जयश्रीबेन कोठारी)
“मेरु महालय, जेवा महाव्रत,
धरवा तुं चाली उमंगे…
बाली उंमरमां, वैरागी थईने,
वहेती तुं त्याग तरंगे…"
दुंदुभी बाजे, बाजे मृदंगम,
गाजे गगननी गोख तले…
जग आखुं नमे, महात्याग करे तुं,
रंगाई संयम रंगे…
जय नाद करे, उजमाळ रहे तुं,
झूमे रे झूमे आनंदे… (२ वार)
दुंदुभी बाजे…
तारो ओघो केवो नानो-नानो,
आपे ओळख तारी वीरतानो,
तुं एनी प्रीत धरजे,
संयम केली करजे…
गुरुकुलवास सेवी,
मुक्तिनी माळ बरजे…
तुं नानी नानी श्रमणी बनीने शोहे,
तुज दर्शने लाखो भविक मन मोहे…
दुंदुभी बाजे, बाजे मृदंगम,
गाजे गगननी गोख तले…
जग आखुं नमे, महात्याग करे तुं,
रंगाई संयम रंगे…
जय नाद करे, उजमाळ रहे तुं,
झूमे रे झूमे आनंदे…
तारी दिक्षानो संदेश सुणतां,
तने ईन्द्रो-नरेन्द्रो रे नमता,
दिक्षाना स्वर्ण पाने,
तुज नाम रे लखाशे…
गुण-कीर्ति-यश तारो,
जिनशासने गवाशे…
तुं साधनानी श्रेणी सदा आरोहे,
तुज दर्शने लाखो भविक मन मोहे….
दुंदुभी बाजे, बाजे मृदंगम,
गाजे गगननी गोख तले..
जग आखुं नमे, महात्याग करे.. तुं,
रंगाई संयम रंगे…
जय नाद करे, उजमाळ रहे तुं,
झूमे रे झूमे आनंदे…