શી કહું કથની મારી રાજ,
શી કહું કથની મારી
મને કર્મે કરી મહિયારી… રાજ શી. (૧)
શિવપુરના માધવદ્વિજની,
હું કામલતાભિધ નારી,
રૂપ કલા ભરયૌવન ભારી,
ઉરવશી રંભા હારી… રાજ શી. (૨)
પારણે કેશવ પુત્ર પોઢાડી,
હું ભરવા ગઈ પાણી,
શિવપુરી દુશ્મન રાયે ઘેરી,
હું પાણીયારી લુંટાણી… રાજ શી. (૩)
સુભટોએ નિજ રાયને સોંપી,
રાયે કરી પટરાણી,
સ્વર્ગના સુખથી પણ પતિ માધવ,
વિસરી નહિ ગુણ ખાણી… રાજ શી. (૪)
વરસ પંદરનો પુત્ર થયો તવ,
માધવ દ્વિજ મુજ માટે,
ભમતો યોગી સમ ગોખેથી,
મેં દીઠો જાતાં વાટે… રાજ શી. (૫)
દાસી દ્વારા દ્વિજ ને બોલાવી,
દ્રવ્ય દેઇ દુઃખ કાપ્યું,
ચૌદસ દિન મહાકાળી મંદિર માં,
મળશું વચન મેં આપ્યું… રાજ શી. (૬)
કારમી ચૂંકે ચીસ પોકારી,
મહિપતિને મેં કીધું,
એકાકી મહાકાળી જાવા,
તુમ દુઃખે મેં વ્રત લીધું… રાજ શી. (૭)
વિસરી બાધા કોપી કાળી,
પેટમાં પીડા થઈ ભારી,
રાય કહે એ બાધા કરશું,
તત્ક્ષણ ચૂંક મટી મારી… રાજ શી. (૮)
ચૌદસને દિન રાજા રાણી,
એકાકી પગપાળે,
મહીપતિ આગળ ને હું પાછળ,
પહોંચ્યા બેઉ મહાકાળી… રાજ શી. (૯)
રાજાએ નિજ ખડ્ગ વિશ્વાસે,
મારા કરમાં આપ્યું,
જબ નૃપ મંદિર માંહિ પેસે,
તવ મેં તસ શિર કાપ્યું… રાજ શી. (૧૦)
રાયને મારીને પતિને જગાડું,
ઢંઢોલતા નવિ જાગે,
નાગ ડસ્યો પતિ મરણ થયો તવ,
ઉભય ભ્રષ્ટ થઇ ભાગી… રાજ શી. (૧૧)
નાઠી વનમાં ચોરે લૂંટી,
ગણિકાને ઘરે વેચી,
જાર પુરુષથી જારી રમતાં,
કર્મની વેલ મેં સિંચી… રાજ શી. (૧૨)
માધવ સુત કેશવ પિત્રુ શોધે,
ભમી ગણિકાને ધેર આવે,
ધન દેખી જેમ દુગ્ધ મંજારી,
ગણિકાને મન ભાવે… રાજ શી. (૧૩)
ગણિકાએ દ્વિજ મુજને સોંપ્યો,
જાણ્યું ન મેં લલચાવ્યો,
ધિક્ ધિક્ પુત્રથી જારી ખેલું,
કર્મે નાચ નચાવ્યો… રાજ શી. (૧૪)
જારી રમતાં કાલ વીત્યો બહુ,
એક દિન કીધી મેં હાસી,
ક્યાંના વાસી ક્યાં જવાના,
તવ તેણે અથ ઇતિ પ્રકાશી… રાજ શી. (૧૫)
દૃઢ મન રાખી વાત સુણી મેં,
ગુહ્યા મેં રાખી મારી,
પુત્રને કહ્યું તુમે દેશ સિધાવો,
મેં દુનિયા વિસારી… રાજ શી. (૧૬)
પુત્ર વળાવી કહ્યું ગણિકાને,
હા-હા ધિક્ તુજ મુજને,
મહા પાતિકની શુદ્ધિ માટે,
અગ્નિનું શરણ હો મુજને… રાજ શી. (૧૭)
સરિતા કાંઠે રહે સળગાવી,
અગ્નિ પ્રવેશ મેં કીધો,
કર્મે નદીના પુરમાં તણાણી,
અગ્નિએ ભોગ ન લીધો… રાજ શી. (૧૮)
જલમાં તણાતી કાંઠે આવી,
આહીરે બહાર કાઢી,
મુજ પાપીણીને નદીએ ન સંઘરી,
આહીરે કરી ભરવાડી… રાજ શી. (૧૯)
તે ભરવાડણ દહીં દૂધ લઈને,
વેચવા પૂરમાં પેઠી,
ગજ છૂટ્યો કોલાહલ સુણી ને,
પાણીયારીને હું નાઠી… રાજ શી. (૨૦)
પાણીયારીનું બેડું ફૂટ્યું,
ધ્રુસ્કે રોવા લાગી,
દહીં દૂધની મમ મટકી ફૂટી,
હું તો હસવા લાગી… રાજ શી. (૨૧)
હસવાનું કારણ તેં પૂછવું,
વીરા ! મેં અથ ઇતિ કીધું,
કેને હસવું ને કેને રોવું,
દૈવે દુઃખ મને કીધું… રાજ શી. (૨૨)
મહિયારીની દુઃખની કહાણી,
સુણી મૂર્છા થઇ દ્વિજને,
મૂર્છા વળી તવ હા, હા ઉચ્ચરે,
દ્વિજ કહે ધિક્ ધિક્ મુજને… રાજ શી. (૨૩)
માં-દીકરો બેહું પસ્તાવો કરતાં,
જ્ઞાની ગુરુ તવ મળિયાં,
ગુરુની દીક્ષા શિક્ષા પામી,
ભવના ફેરા ટળીયા… રાજ શી. (૨૪)
એક ભવે ભવ બાજી રમતાં,
ઉલટસુલટ પડે પાસા,
નાનાવિધ ભવોભવ સાંકળચંદ,
ખેલે કર્મ તમાસા… રાજ શી. (૨૫)
शी कहुं कथनी मारी राज,
शी कहुं कथनी मारी
मने कर्मे करी महियारी… राज शी. (१)
शिवपुरना माधवद्विजनी,
हुं कामलताभिध नारी,
रूप कला भरयौवन भारी,
उरवशी रंभा हारी… राज शी. (२)
पारणे केशव पुत्र पोढाडी,
हुं भरवा गई पाणी,
शिवपुरी दुश्मन राये घेरी,
हुं पाणीयारी लुंटाणी… राज शी. (३)
सुभटोए निज रायने सोंपी,
राये करी पटराणी,
स्वर्गना सुखथी पण पति माधव,
विसरी नहि गुण खाणी… राज शी. (४)
वरस पंदरनो पुत्र थयो तव,
माधव द्विज मुज माटे,
भमतो योगी सम गोखेथी,
में दीठो जातां वाटे… राज शी. (५)
दासी द्वारा द्विज ने बोलावी,
द्रव्य देइ दुःख काप्युं,
चौदस दिन महाकाळी मंदिर मां,
मळशुं वचन में आप्युं… राज शी. (६)
कारमी चूंके चीस पोकारी,
महिपतिने में कीधुं,
एकाकी महाकाळी जावा,
तुम दुःखे में व्रत लीधुं… राज शी. (७)
विसरी बाधा कोपी काळी,
पेटमां पीडा थई भारी,
राय कहे ए बाधा करशुं,
तत्क्षण चूंक मटी मारी… राज शी. (८)
चौदसने दिन राजा राणी,
एकाकी पगपाळे,
महीपति आगळ ने हुं पाछळ,
पहोंच्या बेउ महाकाळी… राज शी. (९)
राजाए निज खड्ग विश्वासे,
मारा करमां आप्युं,
जब नृप मंदिर मांहि पेसे,
तव में तस शिर काप्युं… राज शी. (१०)
रायने मारीने पतिने जगाडुं,
ढंढोलता नवि जागे,
नाग डस्यो पति मरण थयो तव,
उभय भ्रष्ट थइ भागी… राज शी. (११)
नाठी वनमां चोरे लूंटी,
गणिकाने घरे वेची,
जार पुरुषथी जारी रमतां,
कर्मनी वेल में सिंची… राज शी. (१२)
माधव सुत केशव पित्रु शोधे,
भमी गणिकाने धेर आवे,
धन देखी जेम दुग्ध मंजारी,
गणिकाने मन भावे… राज शी. (१३)
गणिकाए द्विज मुजने सोंप्यो,
जाण्युं न में ललचाव्यो,
धिक् धिक् पुत्रथी जारी खेलुं,
कर्मे नाच नचाव्यो… राज शी. (१४)
जारी रमतां काल वीत्यो बहु,
एक दिन कीधी में हासी,
क्यांना वासी क्यां जवाना,
तव तेणे अथ इति प्रकाशी… राज शी. (१५)
दृढ मन राखी वात सुणी में,
गुह्या में राखी मारी,
पुत्रने कह्युं तुमे देश सिधावो,
में दुनिया विसारी… राज शी. (१६)
पुत्र वळावी कह्युं गणिकाने,
हा-हा धिक् तुज मुजने,
महा पातिकनी शुद्धि माटे,
अग्निनुं शरण हो मुजने… राज शी. (१७)
सरिता कांठे रहे सळगावी,
अग्नि प्रवेश में कीधो,
कर्मे नदीना पुरमां तणाणी,
अग्निए भोग न लीधो… राज शी. (१८)
जलमां तणाती कांठे आवी,
आहीरे बहार काढी,
मुज पापीणीने नदीए न संघरी,
आहीरे करी भरवाडी… राज शी. (१९)
ते भरवाडण दहीं दूध लईने,
वेचवा पूरमां पेठी,
गज छूट्यो कोलाहल सुणी ने,
पाणीयारीने हुं नाठी… राज शी. (२०)
पाणीयारीनुं बेडुं फूट्युं,
ध्रुस्के रोवा लागी,
दहीं दूधनी मम मटकी फूटी,
हुं तो हसवा लागी… राज शी. (२१)
हसवानुं कारण तें पूछवुं,
वीरा ! में अथ इति कीधुं,
केने हसवुं ने केने रोवुं,
दैवे दुःख मने कीधुं… राज शी. (२२)
महियारीनी दुःखनी कहाणी,
सुणी मूर्छा थइ द्विजने,
मूर्छा वळी तव हा, हा उच्चरे,
द्विज कहे धिक् धिक् मुजने… राज शी. (२३)
मां-दीकरो बेहुं पस्तावो करतां,
ज्ञानी गुरु तव मळियां,
गुरुनी दीक्षा शिक्षा पामी,
भवना फेरा टळीया… राज शी. (२४)
एक भवे भव बाजी रमतां,
उलटसुलट पडे पासा,
नानाविध भवोभव सांकळचंद,
खेले कर्म तमासा… राज शी. (२५)

