“અહો! જિનશાસનમ્"
વંદન હો વીરને શૌર્યરસધારને,
સમતા ભંડાર વળી કરુણાવતારને;
આપનું શાસન પામી… આપ કને માંગતો,
કેસરિયો રંગ જિનશાસનનો આપજો
કેસરિયો રંગ… (૧)
સાડા બાર વર્ષાંની સાધનાના અંતમાં,
વૈશાખી સાંજે વસે જ્ઞાનની વસંતમાં;
વરસે જિન મેહુલો… જૈનત્વ વહાવતો
કેસરિયો રંગ… (૨)
ઇન્દ્ર-ચક્રી-રાજા સુકાનીના પદતણુ,
શાસનવિહીન હું મનુષ્યપણું અવગણું;
શાસન સુભટની… પદવી પ્રભુ! આપજો
કેસરિયો રંગ… (૩)
સત્તા-સૌંદર્ય સુકાનને ન માપતો,
શાસનની તોલે હું ક્રોડો ના માનતો;
દેવોના માલિકને… ડીંગો બતાવતો
કેસરિયો રંગ… (૪)
રાજવીઓ મંત્રીઓ શ્રેષ્ઠીઓ ને શ્રાવકો,
વીરવચન વાહકો શાસનના ચાહકો;
આદર્શો એમના… અંતરે વસાવજો
કેસરિયો રંગ… (૫)
શાસનને કાજે જેણે સુખ સાહ્યબી ત્યજી,
શાસનને કાજે જેણે જિંદગી ધરી દીધી;
શાસન શહીદોને… અંજલિ હું આપતો
કેસરિયો રંગ… (૬)
વાયરો વિષમ તેથી મુજને ઉગારજો,
દઈને પ્રશમ કુણા કાળજાને ઠારજો;
કાષ્ઠ સીસમ શી મને… મક્કમતા આપજો
કેસરિયો રંગ… (૭)
કર્મથી ને કાળથી કુમિત્રોના વારથી,
રક્ષા કરજો મારી વાસના પ્રહારથી;
કાબરિયો ચીતરેલો… રંગ આ ઉતારજો
કેસરિયો રંગ… (૮)
વ્હાલા મારા વીરજી, વારસ બનાવજો,
શ્યામલ પાષાણ છુ આરસ બનાવજો;
શ્રદ્ધાના સ્વર્ણસ્પર્શ… પારસ બનાવજો
કેસરિયો રંગ… (૯)
શાસન હીળનાને ટાણે અમ હૃદય દાઝતા,
પડકારો દેખીને આંખે અશ્રુ બાઝતા;
હૈયાના ભાવ ફળે… એવું બળ આપજો
કેસરિયો રંગ… (૧૦)
હિંમત ખુટે ના કદી શ્રદ્ધા તૂટે ના,
શાસનના રાગ સામે કોઈ કદીના;
શાંતિની પળમાં કે… સાહસની ચળવળમાં
કેસરિયો રંગ… (૧૧)
સૂર્ય તેજ સૂરિવરનું આંખે ચમકાવજો,
પુણ્ય તેજ તેમનુ કાર્યમાં ઝળકાવજો;
જ્ઞાન તેજ તેમન… બુદ્ધિએ સમાવજો
કેસરિયો રંગ… (૧૨)
શાસનની ચાલે મુજ પગલાં મંડાવજો,
શાસનના વ્હાલે મુજ આતમા પલાળજો;
શાસનના તાલે મુજ… રોમ રોમ નાચજો
કેસરિયો રંગ… (૧૩)
શાસન આરાધના પલપલ હું માંગતો,
શાસન પ્રભાવના હુંઘટ ઘટમાં ચાહતો;
શાસન સેવાના રુડા… અવસરિયા આપજો
કેસરિયો રંગ… (૧૪)
તારા શાસનનો છુ પ્રેમી સદાયનો,
તારા શાસનનો હુઁ ઋણી સદાયનો;
સેવક છુ સૈનિક છુ… તત્પરતા આપજો
કેસરિયો રંગ… (૧૫)
શાસનના દીવડામાં તન મન તેલ દઈ,
શાસનના કોડિયામાં જીવતરની વાટ થઈ;
પ્રગટેલા દીવડાને… પ્રગટેલો રાખજો
કેસરિયો રંગ… (૧૬)
ભવોભવ મલજો શાસન ભાવના એ ભાવજો,
પામ્યા શાસન તેની ધન્યતા અનુભાવજો;
અંતર કહે છે પછી… કર્મને હંફાવજો
કેસરિયો રંગ… (૧૭)
મારા અંતરની કાળાશ બધી કાઢજો,
સાધુ જીવનની સફેદી મને આપજો;
સર્વ જીવ મૈત્રીની… હરિયાલી આપજો
કેસરિયો રંગ… (૧૮)
અર્હંનો નાદ દિન-રાત રહે ગાજતો,
સિદ્ધોની શુદ્ધિનુ લક્ષ્ય હું સાધતો;
કેસરિયો ચાંદલો… ભાલે ચમકાવજો
કેસરિયો રંગ… (૧૯)
શ્વાસને શરીરથી અધિક ચહં શાસનમ્,
રોમ રોમે નાદ ગુંજે અહો! જિનશાસનમ્,
ભક્તિ, મૈત્રી, શુદ્ધિને… શૌર્યથી સજાવજો
કેસરિયો રંગ… (૨૦)
“अहो! जिनशासनम्"
वंदन हो वीरने शौर्यरसधारने,
समता भंडार वलि करुणावतारने;
आपनुं शासन पामी… आप कने मांगतो,
केसरियो रंग जिनशासननो आपजो
केसरियो रंग… (१)
साडा बार वर्षांनी साधनाना अंतमां,
वैशाखी सांजे वसे ज्ञाननी वसंतमां;
वरसे जिन मेहुलो… जैनत्व वहावतो
केसरियो रंग… (२)
इन्द्र-चक्री-राजा सुकानीना पदतणु,
शासनविहीन हुं मनुष्यपणुं अवगणुं;
शासन सुभटनी… पदवी प्रभु! आपजो
केसरियो रंग… (३)
सत्ता-सौंदर्य सुकानने न मापतो,
शासननी तोले हुं क्रोडो ना मानतो;
देवोना मालिकने… डींगो बतावतो
केसरियो रंग… (४)
राजवीओ मंत्रीओ श्रेष्ठीओ ने श्रावको,
वीरवचन वाहको शासनना चाहको;
आदर्शो एमना… अंतरे वसावजो
केसरियो रंग… (५)
शासनने काजे जेणे सुख साह्यबी त्यजी,
शासनने काजे जेणे जिंदगी धरी दीधी;
शासन शहीदोने… अंजलि हुं आपतो
केसरियो रंग… (६)
वायरो विषम तेथी मुजने उगारजो,
दईने प्रशम कुणा काळजाने ठारजो;
काष्ठ सीसम शी मने… मक्कमता आपजो
केसरियो रंग… (७)
कर्मथी ने काळथी कुमित्रोना वारथी,
रक्षा करजो मारी वासना प्रहारथी;
काबरियो चीतरेलो… रंग आ उतारजो
केसरियो रंग… (८)
व्हाला मारा वीरजी, वारस बनावजो,
श्यामल पाषाण छु आरस बनावजो;
श्रद्धाना स्वर्णस्पर्श… पारस बनावजो
केसरियो रंग… (९)
शासन हीळनाने टाणे अम हृदय दाझता,
पडकारो देखीने आंखे अश्रु बाझता;
हैयाना भाव फळे… एवुं बळ आपजो
केसरियो रंग… (१०)
हिंमत खुटे ना कदी श्रद्धा तूटे ना,
शासनना राग सामे कोई कदीना;
शांतिनी पळमां के… साहसनी चळवळमां
केसरियो रंग… (११)
सूर्य तेज सूरिवरनुं आंखे चमकावजो,
पुण्य तेज तेमनु कार्यमां झळकावजो;
ज्ञान तेज तेमन… बुद्धिए समावजो
केसरियो रंग… (१२)
शासननी चाले मुज पगलां मंडावजो,
शासनना व्हाले मुज आतमा पलाळजो;
शासनना ताले मुज… रोम रोम नाचजो
केसरियो रंग… (१३)
शासन आराधना पलपल हुं मांगतो,
शासन प्रभावना हुंघट घटमां चाहतो;
शासन सेवाना रुडा… अवसरिया आपजो
केसरियो रंग… (१४)
तारा शासननो छु प्रेमी सदायनो,
तारा शासननो हुँ ऋणी सदायनो;
सेवक छु सैनिक छु… तत्परता आपजो
केसरियो रंग… (१५)
शासनना दीवडामां तन मन तेल दई,
शासनना कोडियामां जीवतरनी वाट थई;
प्रगटेला दीवडाने… प्रगटेलो राखजो
केसरियो रंग… (१६)
भवोभव मलजो शासन भावना ए भावजो,
पाम्या शासन तेनी धन्यता अनुभावजो;
अंतर कहे छे पछी… कर्मने हंफावजो
केसरियो रंग… (१७)
मारा अंतरनी काळाश बधी काढजो,
साधु जीवननी सफेदी मने आपजो;
सर्व जीव मैत्रीनी… हरियाली आपजो
केसरियो रंग… (१८)
अर्हंनो नाद दिन-रात रहे गाजतो,
सिद्धोनी शुद्धिनु लक्ष्य हुं साधतो;
केसरियो चांदलो… भाले चमकावजो
केसरियो रंग… (१९)
श्वासने शरीरथी अधिक चहं शासनम्,
रोम रोमे नाद गुंजे अहो! जिनशासनम्,
भक्ति, मैत्री, शुद्धिने… शौर्यथी सजावजो
केसरियो रंग… (२०)



