કુટુંબ ના તારણહાર એવા પૂજ્ય પિતા ને,
વંદન કરું હજાર મારા વ્હાલાં પિતા ને…
પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી, (2)
મારા રોમે રોમે રૂણ છે તારું પિતાજી, (2)
મારું નામ થયું ઉજળું, તત-તારા નામ થી, (2)
વંદન કરું હજાર મારા વ્હાલાં પિતા ને…
કુટુંબ ના…
મારી આંગળી ઝાલી ને મને માર્ગ બતાવ્યો, (2)
દુનિયા ના દુઃખ સહી તે મને વીર બનાવ્યો, (2)
તારા વ્હાલ ભર્યા પ્રેમ નું અમૃત હું પામ્યો, (2)
વંદન કરુ હજાર મારા વ્હાલા પિતા ને…
મારી તમામ ઇચ્છા તાત તે પૂરી કરી, (2)
તારા અધૂરાં-કાર્યો હવે હું પુરા કરીશ, (2)
આશીષ તારા પામી જીવન સફળ હું કરીશ, (2)
વંદન કરુ હજાર મારા વ્હાલાં પિતા ને…
कुटुंब ना तारणहार एवा पूज्य पिता ने,
वंदन करुं हजार मारा व्हालां पिता ने…
प्राणदाता अन्नदाता पालनहार पिताजी, (2)
मारा रोमे रोमे रूण छे तारुं पिताजी, (2)
मारुं नाम थयुं उजळुं, तत-तारा नाम थी, (2)
वंदन करुं हजार मारा व्हालां पिता ने…
कुटुंब ना…
मारी आंगळी झाली ने मने मार्ग बताव्यो, (2)
दुनिया ना दुःख सही ते मने वीर बनाव्यो, (2)
तारा व्हाल भर्या प्रेम नुं अमृत हुं पाम्यो, (2)
वंदन करु हजार मारा व्हाला पिता ने…
मारी तमाम इच्छा तात ते पूरी करी, (2)
तारा अधूरां-कार्यो हवे हुं पुरा करीश, (2)
आशीष तारा पामी जीवन सफळ हुं करीश, (2)
वंदन करु हजार मारा व्हालां पिता ने…