(રાગ: એક પ્યાર કા નગમા હે)
મને જ્યાં જવાનું મન,
ત્યાં મુજને જવા દે નહીં,
મારા કર્મો કેવા ભારે,
મારી મુક્તિ થવા દે નહીં…
મને થાય ઘણું મનમાં,
કે આ મોકો સંભાળી લઉં…
મંઝલિ છે નજર સામે,
એને દોડીને ઝાલી લઉં…
પણ કાયા બની દુશ્મન,
એક ડગલું ઉપાડે નહીં…
મારા કર્મો…
આ કુમળા હૃદય માંથે,
બહુ બોજ લીધા છે મેં
કડવા ઘુટડા જગનાં,
ના છૂટકે પીધા છે મેં…
હવે લાગી તરસ જેની,
તે અમૃત પીવા દે નહીં…
મારા કર્મો…
હું આગળ જવા માંગુ,
મને પાછળ હટાવે છે…
હું પાવન થવા માગું,
મને પાપી બનાવે છે…
હવે શું કરવું મારે,
કોઈ મારગ સુઝાડે નહીં…
મારા કર્મો…
(राग: एक प्यार का नगमा हे)
मने ज्यां जवानुं मन,
त्यां मुजने जवा दे नहीं,
मारा कर्मो केवा भारे,
मारी मुक्ति थवा दे नहीं…
मने थाय घणुं मनमां,
के आ मोको संभाळी लउं…
मंझलि छे नजर सामे,
एने दोडीने झाली लउं…
पण काया बनी दुश्मन,
एक डगलुं उपाडे नहीं…
मारा कर्मो…
आ कुमळा हृदय मांथे,
बहु बोज लीधा छे में
कडवा घुटडा जगनां,
ना छूटके पीधा छे में…
हवे लागी तरस जेनी,
ते अमृत पीवा दे नहीं…
मारा कर्मो…
हुं आगळ जवा मांगु,
मने पाछळ हटावे छे…
हुं पावन थवा मागुं,
मने पापी बनावे छे…
हवे शुं करवुं मारे,
कोई मारग सुझाडे नहीं…
मारा कर्मो…