પાપ અને પ્રાયશ્ચિત્તનો આ
કેવો અજબ ચકરાવો…
રોજ કરું હું, પાપ અને હું
રોજ કરું પસ્તાવો… પાપ…
પાપ કરતાં પાછું ન જોયું
જાણે અનેરો લ્હાવો…
પરમેશ્વરનો ડર ના લાગે
ના ડર છે પરભવનો…
જીવતર એળે જાતું તોયે
ખ્યાલ નથી આ જનમ નો…
રંગરાગની પાછળ આવે
છે વારો રડવાનો…
રોજ કરું હું… પાપ અને…
ધર્મને મેં તો જીવનમાંથી
જુદો પાડી દીધો…
ધન પ્રાપ્તિમાં નડે ન એવો
સગવડીયો કરી દીધો…
જીવવું એવી રીતે જાણે
કદીયે ના મરવાનો…
રોજ કરું હું… પાપ અને…
કાદવમાં ખરડીને કાયા
પાછો ધોવા બેસું…
માયામાં ડૂબકી મારીને
પાછો રોવા બેસુ…
ખબર નથી કે એક દિવસ
આ ભવસાગર ડૂબવાનો…
રોજ કરું હું… પાપ અને…
નાટકિયા જેવું છે
હે પ્રભુ આખું જીવન મારું…
પોપટિયાની માફક ઉચરું
નામ પ્રભુ હું તારું…
જન્મમરણનો ફેરો મારો
કેમ કરી ટળવાનો…
રોજ કરું હું… પાપ અને…
पाप अने प्रायश्चित्तनो आ
केवो अजब चकरावो…
रोज करुं हुं, पाप अने हुं
रोज करुं पस्तावो… पाप…
पाप करतां पाछुं न जोयुं
जाणे अनेरो ल्हावो…
परमेश्वरनो डर ना लागे
ना डर छे परभवनो…
जीवतर एळे जातुं तोये
ख्याल नथी आ जनम नो…
रंगरागनी पाछळ आवे
छे वारो रडवानो…
रोज करुं हुं… पाप अने…
धर्मने में तो जीवनमांथी
जुदो पाडी दीधो…
धन प्राप्तिमां नडे न एवो
सगवडीयो करी दीधो…
जीववुं एवी रीते जाणे
कदीये ना मरवानो…
रोज करुं हुं… पाप अने…
कादवमां खरडीने काया
पाछो धोवा बेसुं…
मायामां डूबकी मारीने
पाछो रोवा बेसु…
खबर नथी के एक दिवस
आ भवसागर डूबवानो…
रोज करुं हुं… पाप अने…
नाटकिया जेवुं छे
हे प्रभु आखुं जीवन मारुं…
पोपटियानी माफक उचरुं
नाम प्रभु हुं तारुं…
जन्ममरणनो फेरो मारो
केम करी टळवानो…
रोज करुं हुं… पाप अने…