કયું જાણું ક્યું બની આવહી,
અભિનંદન રસ રીત હો મિત્ત !
પુદ્ગગલ અનુભવ ત્યાગથી,
કરવી જસ પરતીત હો મિત્ત…
ક્યું જાણું… (૧)
પરમાતમ પરમેશ્વરૂ,
વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત !
દ્રવ્ય દ્રવ્ય મિલે નહીં,
ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત…
ક્યું જાણું… (૨)
શુદ્ધ સ્વરૂપ સનાતનો,
નિર્મલ જે નિસ્સંગ હો મિત્ત !
આત્મ વિભુ તે પરિણમ્યો,
ન કરે તે પર સંગ હો મિત્ત…
ક્યું જાણું… (૩)
પણ જાણું આગમ બળે,
મિલવો તુમ પ્રભુ સાથ હો મિત્ત !
પ્રભુ તો સ્વ સંપત્તિ મઈ,
શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત…
ક્યું જાણું… (૪)
પર પરિણામિક્તા અછે,
તે તુજ પદ્ગગલ જોગ હો મિત્ત !
જડ ચલ જગની એંઠનો,
ન ઘટે તુજને ભોગ હો મિત્ત..
ક્યું જાણું… (૫)
શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહ્યો,
કરી અ શુદ્ધિ પરિહેય હો મિત્ત !
આત્માલંબી ગુણલયી,
સહુ સાધકનો ધ્યેય હો મિત્ત…
ક્યું જાણું… (૬)
જિમ જિન વર આલંબને,
વધે સુધે એક તાન હો મિત્ત !
તિમ તિમ આત્મલંબની,
ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત…
ક્યું જાણું… (૭)
સ્વ સ્વરૂપ એકત્વતા,
સાધે પૂર્ણાનંદ હો મિત્ત !
રમે ભોગવે આતમા,
રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત…
ક્યું જાણું… (૮)
અભિનંદન અવલંબને,
પરમાનંદ વિલાસ હો મિત્ત !
દેવચંદ્ર પ્રભુ સેવા,
કરી અનુભવ અભ્યાસ હો મિત્ત…
ક્યું જાણું… (૯)
कयुं जाणुं क्युं बनी आवही,
अभिनंदन रस रीत हो मित्त !
पुद्गगल अनुभव त्यागथी,
करवी जस परतीत हो मित्त…
क्युं जाणुं… (१)
परमातम परमेश्वरू,
वस्तुगते ते अलिप्त हो मित्त !
द्रव्य द्रव्य मिले नहीं,
भावे ते अन्य अव्याप्त हो मित्त…
क्युं जाणुं… (२)
शुद्ध स्वरूप सनातनो,
निर्मल जे निस्संग हो मित्त !
आत्म विभु ते परिणम्यो,
न करे ते पर संग हो मित्त…
क्युं जाणुं… (३)
पण जाणुं आगम बळे,
मिलवो तुम प्रभु साथ हो मित्त !
प्रभु तो स्व संपत्ति मई,
शुद्ध स्वरूपनो नाथ हो मित्त…
क्युं जाणुं… (४)
पर परिणामिक्ता अछे,
ते तुज पद्गगल जोग हो मित्त !
जड चल जगनी एंठनो,
न घटे तुजने भोग हो मित्त..
क्युं जाणुं… (५)
शुद्ध निमित्त प्रभु ग्रह्यो,
करी अ शुद्धि परिहेय हो मित्त !
आत्मालंबी गुणलयी,
सहु साधकनो ध्येय हो मित्त…
क्युं जाणुं… (६)
जिम जिन वर आलंबने,
वधे सुधे एक तान हो मित्त !
तिम तिम आत्मलंबनी,
ग्रहे स्वरूप निदान हो मित्त…
क्युं जाणुं… (७)
स्व स्वरूप एकत्वता,
साधे पूर्णानंद हो मित्त !
रमे भोगवे आतमा,
रत्नत्रयी गुणवृंद हो मित्त…
क्युं जाणुं… (८)
अभिनंदन अवलंबने,
परमानंद विलास हो मित्त !
देवचंद्र प्रभु सेवा,
करी अनुभव अभ्यास हो मित्त…
क्युं जाणुं… (९)

