જીવનનાં મહાસાગરમાં એવું પાપનું આવ્યું પુર રે,
મહાવીર તારા મારગથી અમે લાખો જોજન દુર રે
સિદ્ધિ શિખરે સ્થાન તમારું ને ક્યાંય અમારી તળેટી રે,
વિરાટને કહો કેમ કરીને, જંતુ શકેનાં ભેટી રે,
સુરજનાં તેજ પાસે પેલા તારલીયાનું શું નૂર રે
મહાવીર તારા…
સંકટ ને ઉપસર્ગો સામે કેવી સમતા તારી રે,
મોહ ને મમતામાં અમે રમતાં, કરીએ મારા-મારી રે,
તું વિતરાગી અમે રંગરાગી વિલાસમાં ચકચૂર રે
મહાવીર તારા…
નિર્મળ ગંગા જેવી તારી પાવન કારી વાણી રે,
કાળાં-ધોળાં કુળકપટથી કરીએ કાળી કમાણી રે,
તું કરુણાસાગર ને અમે તો કાળજાનાં નિષ્ઠુર રે
મહાવીર તારા…
તારા ને અમારા વચ્ચે અંતર કેટલું મોટું રે,
તોયે નિરંતર ભરીયે અમે તો પગલું ખોટું ખોટું ને,
તેમ છતાં ઉર અમારાં ઝંખે તને જરૂર રે
મહાવીર તારા…
जीवननां महासागरमां एवुं पापनुं आव्युं पुर रे,
महावीर तारा मारगथी अमे लाखो जोजन दुर रे
सिद्धि शिखरे स्थान तमारुं ने क्यांय अमारी तळेटी रे,
विराटने कहो केम करीने, जंतु शकेनां भेटी रे,
सुरजनां तेज पासे पेला तारलीयानुं शुं नूर रे
महावीर तारा…
संकट ने उपसर्गो सामे केवी समता तारी रे,
मोह ने ममतामां अमे रमतां, करीए मारा-मारी रे,
तुं वितरागी अमे रंगरागी विलासमां चकचूर रे
महावीर तारा…
निर्मळ गंगा जेवी तारी पावन कारी वाणी रे,
काळां-धोळां कुळकपटथी करीए काळी कमाणी रे,
तुं करुणासागर ने अमे तो काळजानां निष्ठुर रे
महावीर तारा…
तारा ने अमारा वच्चे अंतर केटलुं मोटुं रे,
तोये निरंतर भरीये अमे तो पगलुं खोटुं खोटुं ने,
तेम छतां उर अमारां झंखे तने जरूर रे
महावीर तारा…



