(રચના – પૂજ્ય શ્રી કાંતિવિજય જી)
મુજ અવગુણ મત દેખો, પ્રભુજી…
મુજ અવગુણ મત દેખો…
રાગ દશા થી તું રહે ન્યારો, (૨)
હું રાગે મન વાળું
દ્વેષ રહિત તું સમતા ભીનો, (૨)
દ્વેષ મારગ હું ચાલું… પ્રભુજી…
મુજ અવગુણ…
મોહ લેશ ફરસ્યો નહી તુજને, (૨)
મોહ લગન મુજ પ્યારી
તું અકલંકિત કલંકિત હું તો, (૨)
એ પણ રહેવી ન્યારી… પ્રભુજી..
મુજ અવગુણ…
તું હી નિરાગી ભાવપદ સાધે, (૨)
હું આશા સંગ વિલુધ્ધોં
તું નિશ્ચલ હું ચલ તું સુંધો, (૨)
હું આચરણે ઉંધો… પ્રભુજી…
મુજ અવગુણ…
તુજ સ્વભાવથી અવલા મારા, (૨)
ચરિત્ર સકલ જગે જાણ્યા
એહવા અવગુણ મુજ અતિભારી, (૨)
ન ઘટે તુજ મુખ આણ્યા… પ્રભુજી…
મુજ અવગુણ…
પ્રેમ નવલ જો હોઈ સવાઈ, (૨)
વિમલનાથ મુખ આગે
કાંતિ કહે ભવરાન ઉતરતાં, (૨)
તો વેળા નવિ લાગે… પ્રભુજી…
મુજ અવગુણ…
(रचना – पूज्य श्री कांतिविजय जी)
मुज अवगुण मत देखो, प्रभुजी…
मुज अवगुण मत देखो…
राग दशा थी तुं रहे न्यारो, (२)
हुं रागे मन वाळुं
द्वेष रहित तुं समता भीनो, (२)
द्वेष मारग हुं चालुं… प्रभुजी…
मुज अवगुण…
मोह लेश फरस्यो नही तुजने, (२)
मोह लगन मुज प्यारी
तुं अकलंकित कलंकित हुं तो, (२)
ए पण रहेवी न्यारी… प्रभुजी..
मुज अवगुण…
तुं ही निरागी भावपद साधे, (२)
हुं आशा संग विलुध्धों
तुं निश्चल हुं चल तुं सुंधो, (२)
हुं आचरणे उंधो… प्रभुजी…
मुज अवगुण…
तुज स्वभावथी अवला मारा, (२)
चरित्र सकल जगे जाण्या
एहवा अवगुण मुज अतिभारी, (२)
न घटे तुज मुख आण्या… प्रभुजी…
मुज अवगुण…
प्रेम नवल जो होई सवाई, (२)
विमलनाथ मुख आगे
कांति कहे भवरान उतरतां, (२)
तो वेळा नवि लागे… प्रभुजी…
मुज अवगुण…