નયન ને બંધ રાખીને પ્રભુજી ! તમને જોયા છે,
મને છો સુંદર એનાથી, વધારે સુંદર લાગ્યા છે,
તમારું ધ્યાન ધ્યાઈ ને પ્રભુજી ! તમને જોયા છે,
તમે છો સુંદર…
તમારા નેહ નીરખી ને, મળે શાતા સૌ આતમને,
તમારા દર્શન પામી ને, તરે સંસાર સાગર ને,
તમારા ભાવ સમજી ને, પ્રભુજી! તમને જોયા છે
તમે છો સુંદર…
તમારો એક છે આધાર, હવે નથી કોઈ સથવાર,
તમારું શાસન પામી ને, બન્યો છે ધન્ય આ અવતાર,
મહાવિદેહ ક્ષેત્રમાં આવી, પ્રભુજી! તમને જોવા છે
તમે છો સુંદર…
नयन ने बंध राखीने प्रभुजी ! तमने जोया छे,
मने छो सुंदर एनाथी, वधारे सुंदर लाग्या छे,
तमारुं ध्यान ध्याई ने प्रभुजी ! तमने जोया छे,
तमे छो सुंदर…
तमारा नेह नीरखी ने, मळे शाता सौ आतमने,
तमारा दर्शन पामी ने, तरे संसार सागर ने,
तमारा भाव समजी ने, प्रभुजी! तमने जोया छे
तमे छो सुंदर…
तमारो एक छे आधार, हवे नथी कोई सथवार,
तमारुं शासन पामी ने, बन्यो छे धन्य आ अवतार,
महाविदेह क्षेत्रमां आवी, प्रभुजी! तमने जोवा छे
तमे छो सुंदर…


