(રચના : પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ મ. સા.)
(રાગ : આઘા આમ પધારો પૂજ્ય – એ દેશી)
નેમિ નિરંજન નાથ હમારો, અંજન વર્ણ શરીર
પણ અજ્ઞાન તિમિરને ટાછે, જીત્યો મનમથ વીર
પ્રણમો પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા
યદુ કુળ ચંદા રાય માત શિવાદે નંદા
…પ્રણમો… ॥૧॥
રાજીમતી શું પૂરવ ભવની, પ્રીત ભલી પરે પાળી
પાણિગ્રહણ સંકેતે આવી, તોરણથી રથ વાળી
…પ્રણમો… ॥૨॥
અબળા સાથે નેહ ન જોડ્યો, તે પણ ધન્ય કહાણી
એક રસે બિહું પ્રીત થઈ તો, કીર્તિ કોડ ગવાણી
…પ્રણમો… ॥૩॥
ચંદન પરિમલ જિમ, જિમ ખીરે, ઘૃત એક રૂપ નવી અલગા
ઈમ જે પ્રીત નિવાસહિં અહ-નિશ, તે ધન ગુણ સુ-વિલગાં
…પ્રણમો… ॥૪॥
ઈમ એકંગી જે નર કરશે, તે ભવ સાયર તરશે
“જ્ઞાનવિમલ” લીલા તે ધરશે, શિવ સુંદરી તસ વરશે
…પ્રણમો… ॥૫॥
૧. અંજન જેવૂું શ્યામ વર્ણવાકું,
૨. શ્યામ છતાં અજ્ઞાનના ગાઢ અંધકાર (શ્યામ) ને,
૩. કામદેવરૂપ યોદ્ધાને,
૪. પરણવાના બહાને,
૫. સુગંધ,
૬. જુદાં,
૭. એકધારી
(रचना : पूज्य आचार्य श्री ज्ञानविमलसूरि म. सा.)
(राग : आघा आम पधारो पूज्य – ए देशी)
नेमि निरंजन नाथ हमारो, अंजन वर्ण शरीर
पण अज्ञान तिमिरने टाछे, जीत्यो मनमथ वीर
प्रणमो प्रेम धरीने पाय, पामो परमानंदा
यदु कुळ चंदा राय मात शिवादे नंदा
…प्रणमो… ॥१॥
राजीमती शुं पूरव भवनी, प्रीत भली परे पाळी
पाणिग्रहण संकेते आवी, तोरणथी रथ वाळी
…प्रणमो… ॥२॥
अबळा साथे नेह न जोड्यो, ते पण धन्य कहाणी
एक रसे बिहुं प्रीत थई तो, कीर्ति कोड गवाणी
…प्रणमो… ॥३॥
चंदन परिमल जिम, जिम खीरे, घृत एक रूप नवी अलगा
ईम जे प्रीत निवासहिं अह-निश, ते धन गुण सु-विलगां
…प्रणमो… ॥४॥
ईम एकंगी जे नर करशे, ते भव सायर तरशे
“ज्ञानविमल” लीला ते धरशे, शिव सुंदरी तस वरशे
…प्रणमो… ॥५॥
१. अंजन जेवूुं श्याम वर्णवाकुं,
२. श्याम छतां अज्ञानना गाढ अंधकार (श्याम) ने,
३. कामदेवरूप योद्धाने,
४. परणवाना बहाने,
५. सुगंध,
६. जुदां,
७. एकधारी