નિરખ્યો નેમિ જિણંદને… અરિહંતાજી,
રાજીમતી કર્યો ત્યાગ રે… ભગવંતાજી
બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો… અરિહંતાજી,
અનુક્રમે થયા વીતરાગ રે… ભગવંતાજી
ચામર ચક્ર સિંહાસન… અરિહંતાજી,
પાદપીઠ સંયુક્ત રે… ભગવંતાજી
છત્ર ચાલે આકાશમાં… અરિહંતાજી,
દેવદુદુંભિ વર ઉત્ત રે… ભગવંતાજી
સહસ જોયણ ધ્વજ સોહતો… અરિહંતાજી,
પ્રભુ આગળ ચાલતો રે… ભગવંતાજી
કનક કમલ નવ ઉપરે… અરિહંતાજી,
વિચરે પાય ઠવંત રે… ભગવંતાજી
ચાર મુખે દીયે દેશના… અરિહંતાજી,
ત્રણ ગઢ ઝાકઝમાલ રે… ભગવંતાજી
કેશ રોમ શ્મશ્રુ નખા… અરિહંતાજી,
વાધે નહિ કોઈ કાલ રે… ભગવંતાજી
કાંટા પણ ઊંધા હોય… અરિહંતાજી,
પંચ વિષય અનુકૂળ રે… ભગવંતાજી
ષટઋતુ સમકાલે ફળે… અરિહંતાજી,
વાયુ મહીં પ્રતિકૂળ રે… ભગવંતાજી
પાણી સુગંધ સુર કુસુમની… અરિહંતાજી,
વૃષ્ટિ હોય સુરસાલ રે… ભગવંતાજી
પંખી દીયે સુપ્રદક્ષિણા… અરિહંતાજી,
વૃક્ષ નમે અસરાલ રે… ભગવંતાજી
જિન ઉત્તમ પદ પદ્મની… અરિહંતાજી,
સેવ કરે સુરકોડી રે… ભગવંતાજી
ચાર નિ્કાયના જઘન્યથી… અરિહંતાજી,
ચૈત્યવૃક્ષ તેમ જોડી રે… ભગવંતાજી
निरख्यो नेमि जिणंदने… अरिहंताजी,
राजीमती कर्यो त्याग रे… भगवंताजी
ब्रह्मचारी संयम ग्रह्यो… अरिहंताजी,
अनुक्रमे थया वीतराग रे… भगवंताजी
चामर चक्र सिंहासन… अरिहंताजी,
पादपीठ संयुक्त रे… भगवंताजी
छत्र चाले आकाशमां… अरिहंताजी,
देवदुदुंभि वर उत्त रे… भगवंताजी
सहस जोयण ध्वज सोहतो… अरिहंताजी,
प्रभु आगळ चालतो रे… भगवंताजी
कनक कमल नव उपरे… अरिहंताजी,
विचरे पाय ठवंत रे… भगवंताजी
चार मुखे दीये देशना… अरिहंताजी,
त्रण गढ झाकझमाल रे… भगवंताजी
केश रोम श्मश्रु नखा… अरिहंताजी,
वाधे नहि कोई काल रे… भगवंताजी
कांटा पण ऊंधा होय… अरिहंताजी,
पंच विषय अनुकूळ रे… भगवंताजी
षटऋतु समकाले फळे… अरिहंताजी,
वायु महीं प्रतिकूळ रे… भगवंताजी
पाणी सुगंध सुर कुसुमनी… अरिहंताजी,
वृष्टि होय सुरसाल रे… भगवंताजी
पंखी दीये सुप्रदक्षिणा… अरिहंताजी,
वृक्ष नमे असराल रे… भगवंताजी
जिन उत्तम पद पद्मनी… अरिहंताजी,
सेव करे सुरकोडी रे… भगवंताजी
चार नि्कायना जघन्यथी… अरिहंताजी,
चैत्यवृक्ष तेम जोडी रे… भगवंताजी