પ્રભુ આપ અવિચલ નામી છો,
ગુણ ગામી છો, વિશરામી છો,
ને અક્ષય સુખના ધામી છો,
અમને અક્ષય સુખ આપોને
પ્રભુ આપ…
આ ભવ વનમાં ભમતાં ભમતાં,
બહુ કાળ ગયો રમતાં રમતાં ;
અંતે આવ્યો તમને નમતાં,
અમને અક્ષય સુખ આપોને
પ્રભુ આપ…
આ નાવ અમારું ભર દરિયે,
તું તારે તો સહેજે તરિયે ;
બીજે ક્યાં જઈને કરગરીએ,
અમને અક્ષય સુખ આપોને
પ્રભુ આપ…
આ મુદ્રા છે મોહનગારી,
ભવ્યોના સંકટ હરનારી ;
શ્યામ જીવન હમ સુધારી,
અમને અક્ષય સુખ આપોને
પ્રભુ આપ…
प्रभु आप अविचल नामी छो,
गुण गामी छो, विशरामी छो,
ने अक्षय सुखना धामी छो,
अमने अक्षय सुख आपोने
प्रभु आप…
आ भव वनमां भमतां भमतां,
बहु काळ गयो रमतां रमतां ;
अंते आव्यो तमने नमतां,
अमने अक्षय सुख आपोने
प्रभु आप…
आ नाव अमारुं भर दरिये,
तुं तारे तो सहेजे तरिये ;
बीजे क्यां जईने करगरीए,
अमने अक्षय सुख आपोने
प्रभु आप…
आ मुद्रा छे मोहनगारी,
भव्योना संकट हरनारी ;
श्याम जीवन हम सुधारी,
अमने अक्षय सुख आपोने
प्रभु आप…


