(રચના: પૂ. આ. શ્રી અજિતયશસુરીશ્વરજી મ. સા.)
(રાગ: યે દિલ ઔર ઉનકી નિયાહોં)
પ્રભુ એ વિનંતિ હવે તો સ્વીકારો,
નથી ગમતું ભવમાં હવે તો ઉગારો…
કદી ક્રોધના તો વાદળ ચઢે છે,
સમજના સૂરજને તો એ આવરે છે,
સમીર થઈ ક્ષમાના હવે તો પધારો…
પ્રભુ એ વિનંતિ…
કદી માન હાથી આવી ચઢે છે,
વિનયના શિખર થી ગબડાવી દે છે,
સમર્પણ ની સરગમ બની ને પધારો…
પ્રભુ એ વિનંતિ…
કદી તો કપટના કાંટા ઉગે છે,
નિખાલસ વિચારોં ના ફૂલોને વિંઘે છે,
માક્ઠી બની ને હવે તો પધારો…
પ્રભુ એ વિનંતિ…
લાલસાનો સાગર તૂફાને ચઢે છે,
કદી ત્યાગ તપસ્યા ના વહાણો ડૂબે છે,
સુકાની બની ને હવે તો પધારો…
પ્રભુ એ વિનંતિ…
આત્મકમલમાં જો તું પધારે,
જીવનની સફરતો પહોચે ઉતારે,
વિક્રમ કરી ને હવે તો પધારો…
પ્રભુ એ વિનંતિ…
છેલ્લી વિનંતી પ્રભુજી તમોને,
વિસારી ના દેશોં અજીત વીર યશોને,
શ્વાસોની ધડ઼કન બની ને પધારો…
પ્રભુ એ વિનંતિ…
(रचना: पू. आ. श्री अजितयशसुरीश्वरजी म. सा.)
(राग: ये दिल और उनकी नियाहों)
प्रभु ए विनंति हवे तो स्वीकारो,
नथी गमतुं भवमां हवे तो उगारो…
कदी क्रोधना तो वादळ चढे छे,
समजना सूरजने तो ए आवरे छे,
समीर थई क्षमाना हवे तो पधारो…
प्रभु ए विनंति…
कदी मान हाथी आवी चढे छे,
विनयना शिखर थी गबडावी दे छे,
समर्पण नी सरगम बनी ने पधारो…
प्रभु ए विनंति…
कदी तो कपटना कांटा उगे छे,
निखालस विचारों ना फूलोने विंघे छे,
माक्ठी बनी ने हवे तो पधारो…
प्रभु ए विनंति…
लालसानो सागर तूफाने चढे छे,
कदी त्याग तपस्या ना वहाणो डूबे छे,
सुकानी बनी ने हवे तो पधारो…
प्रभु ए विनंति…
आत्मकमलमां जो तुं पधारे,
जीवननी सफरतो पहोचे उतारे,
विक्रम करी ने हवे तो पधारो…
प्रभु ए विनंति…
छेल्ली विनंती प्रभुजी तमोने,
विसारी ना देशों अजीत वीर यशोने,
श्वासोनी धड़कन बनी ने पधारो…
प्रभु ए विनंति…


