પ્રભુ તારું ગીત મારે ગાવું છે
પ્રેમનું અમૃત પાવું છે (૨ વાર)
પ્રભુ તારું ગીત…
આવે જીવનમાં તડકા-છાંયા
માંગુ હે પ્રભુ, તારી માયા
ભક્તિના રસમાં ન્હાવું છે (૨ વાર)
પ્રભુ તારું ગીત…
ભવસાગરમાં નૈયા ઝૂકાવી
ત્યાં તો અચાનક આંધી ચડી આવી
સામે કિનારે મારે જાવું છે (૨ વાર)
પ્રભુ તારું ગીત…
તું વીતરાગી, હું અનુરાગી
તારા સ્તવનની રટ મને લાગી
પ્રભુ તારા જેવું મારે થાવું છે (૨ વાર)
પ્રભુ તારું ગીત…
प्रभु तारुं गीत मारे गावुं छे
प्रेमनुं अमृत पावुं छे (२ वार)
प्रभु तारुं गीत…
आवे जीवनमां तडका-छांया
मांगु हे प्रभु, तारी माया
भक्तिना रसमां न्हावुं छे (२ वार)
प्रभु तारुं गीत…
भवसागरमां नैया झूकावी
त्यां तो अचानक आंधी चडी आवी
सामे किनारे मारे जावुं छे (२ वार)
प्रभु तारुं गीत…
तुं वीतरागी, हुं अनुरागी
तारा स्तवननी रट मने लागी
प्रभु तारा जेवुं मारे थावुं छे (२ वार)
प्रभु तारुं गीत…


