સામુ જુઓ ને મારી સામુ જુઓ ને,
એક વાર નેમ મારી સામુ જુઓને
કરુણા દૃષ્ટિ થી મારે સામુ જુઓને,
અમિદૃષ્ટિ થી મારી સામુ જુઓને
સામુ જુઓ…
નિગોદ ના દિવસોં મને યાદજ આવતા,
હું અને તૂ રહ્યા એકજ ધામ મા
અનાદિ કાળ થી દુઃખો ને ખમતા,
આ ચૌરાસી લાખ યોનિ મા ભમતા
ભવો ભવ સુધી સાથે રહ્યા,
આજે મને કેમ છોડી ગયા
તારા વિના દાદા મને કૌન પૂછે ના,
મારી આંખીયો ના આંસૂ કોણ લુછે ના
સામુ જુઓ…
સંસાર અસાર છે મોક્ષજ સાર છે,
તારી વાતો મેં તો સુની નલવાર છે
મોહ માયા ના ઝૂલે હુ ઝુલિયો,
રાચી માચી ને કર્મો મેં બાંધ્યા
હસ્તા હસ્તા કર્મો મેં બાંધ્યા,
આત્મા મા કર્મો ના ઢગલા ભર્યા
રોતા રોતા આજ-મારા કર્મો છુટે ના,
દુઃખો ના ડૂંગર-મારા આજ ટૂટે ના
સામુ જુઓ…
છેલ્લી વિનંતી મારી દાદા તૂ સુણજે,
અંત સમયે મુજને તું મલજે
પીડા જ્યારે રગ-રગ માંથી વ્યાપે,
તારા દર્શન ની ઠંડક તું આપજે
ઝંજાલ જગની છોડી ગઈ,
મને તારા ધ્યાન મા સ્થિર કરી
સમાધિ મરણ-મલે એવું હુ માંગુ,
ભવ ભવના ફેરા ટલે એવું હુ માંગુ
સામુ જુઓ…
सामु जुओ ने मारी सामु जुओ ने,
एक वार नेम मारी सामु जुओने
करुणा दृष्टि थी मारे सामु जुओने,
अमिदृष्टि थी मारी सामु जुओने
सामु जुओ…
निगोद ना दिवसों मने यादज आवता,
हुं अने तू रह्या एकज धाम मा
अनादि काळ थी दुःखो ने खमता,
आ चौरासी लाख योनि मा भमता
भवो भव सुधी साथे रह्या,
आजे मने केम छोडी गया
तारा विना दादा मने कौन पूछे ना,
मारी आंखीयो ना आंसू कोण लुछे ना
सामु जुओ…
संसार असार छे मोक्षज सार छे,
तारी वातो में तो सुनी नलवार छे
मोह माया ना झूले हु झुलियो,
राची माची ने कर्मो में बांध्या
हस्ता हस्ता कर्मो में बांध्या,
आत्मा मा कर्मो ना ढगला भर्या
रोता रोता आज-मारा कर्मो छुटे ना,
दुःखो ना डूंगर-मारा आज टूटे ना
सामु जुओ…
छेल्ली विनंती मारी दादा तू सुणजे,
अंत समये मुजने तुं मलजे
पीडा ज्यारे रग-रग मांथी व्यापे,
तारा दर्शन नी ठंडक तुं आपजे
झंजाल जगनी छोडी गई,
मने तारा ध्यान मा स्थिर करी
समाधि मरण-मले एवुं हु मांगु,
भव भवना फेरा टले एवुं हु मांगु
सामु जुओ…