(રચના: પૂ. સાધ્વીજી શ્રી ફલ શ્રુતિ મ.સા.)
જીવન સમર્પણ તુજને કર્યું છે,
સર્વસ્વ મારું, મેં તુજને ધર્યું છે,
તારે તો લાખો પણ, મારે તું એક છે,
દિન રાત યાદમાં, સ્મરણમાં તું એક છે,
તારી આણા હું મસ્તકે ધરું,
તવ આણાથી શિવપદ પામું…
મન વચ કાયામાં, તુજને હું સ્થાપું,
અંત સમય ધ્યાન ધરી મુક્તિ હું પામું,
સામુ જુવોને મારી સામુ જુવોને,
એકવાર દાદા મારી સામુ જુવોને…
મહાવિદેહમાં જન્મ મને આપજો,
સમવસરણ માં મુજને બોલાવજો,
અમૃત સમ એવી વાણી સંભળાવજો,
તારાજ હસ્તે મને રજોહરણ આપજો,
કરેમિ ભંતે મળે, સાધના મારી ફળે,
પંચમ જ્ઞાનને આત્માવરે…
સમાધિ મરણ મળે એવું હું માંગું,
ભવોભવના ફેરા ટળે એવું હું માંગું…
સામુ જુવોને મારી સામુ જુવોને,
એકવાર દાદા મારી સામુ જુવોને…
નેમિનાથ દાદા મને પ્રાણ થકી પ્યારા,
સર્વ જીવોના એતો તારણહારા,
મારા હૃદય મંદિર માં બિરાજો,
કર્મો કાપી મને સિદ્ધ બનાવજો,
જીમ તારી તમે રાજુલનાર,
તીમ તમે આજે તારો આબાળ…
તારી મારી પ્રીત ભવોભવોની તું બાંધજે,
તારો મારો સાથ ભવોભવનો તું રાખજે,
નેમ બોલાવો મને નેમ બોલાવો,
ગિરનાર બોલાવી મને નેમ બનાવો,
યાત્રા કરાવી મને નેમ બનાવો,
કૃપા વરસાવી ભવપાર ઉતારો,
સામુ જુવોને મારી સામુ જુવોને,
એકવાર દાદા મારી સામુ જુવોને…
(रचना: पू. साध्वीजी श्री फल श्रुति म.सा.)
जीवन समर्पण तुजने कर्युं छे,
सर्वस्व मारुं, में तुजने धर्युं छे,
तारे तो लाखो पण, मारे तुं एक छे,
दिन रात यादमां, स्मरणमां तुं एक छे,
तारी आणा हुं मस्तके धरुं,
तव आणाथी शिवपद पामुं…
मन वच कायामां, तुजने हुं स्थापुं,
अंत समय ध्यान धरी मुक्ति हुं पामुं,
सामु जुवोने मारी सामु जुवोने,
एकवार दादा मारी सामु जुवोने…
महाविदेहमां जन्म मने आपजो,
समवसरण मां मुजने बोलावजो,
अमृत सम एवी वाणी संभळावजो,
ताराज हस्ते मने रजोहरण आपजो,
करेमि भंते मळे, साधना मारी फळे,
पंचम ज्ञानने आत्मावरे…
समाधि मरण मळे एवुं हुं मांगुं,
भवोभवना फेरा टळे एवुं हुं मांगुं…
सामु जुवोने मारी सामु जुवोने,
एकवार दादा मारी सामु जुवोने…
नेमिनाथ दादा मने प्राण थकी प्यारा,
सर्व जीवोना एतो तारणहारा,
मारा हृदय मंदिर मां बिराजो,
कर्मो कापी मने सिद्ध बनावजो,
जीम तारी तमे राजुलनार,
तीम तमे आजे तारो आबाळ…
तारी मारी प्रीत भवोभवोनी तुं बांधजे,
तारो मारो साथ भवोभवनो तुं राखजे,
नेम बोलावो मने नेम बोलावो,
गिरनार बोलावी मने नेम बनावो,
यात्रा करावी मने नेम बनावो,
कृपा वरसावी भवपार उतारो,
सामु जुवोने मारी सामु जुवोने,
एकवार दादा मारी सामु जुवोने…